Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દ્વિતિય ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવ ખાતે ઉદ્ઘાટન સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ દ્વિતિય ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવ ખાતે ઉદ્ઘાટન સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દ્વિતિય ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવ ખાતે ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજથી ખેલો ઈન્ડિયા શિયાળુ રમતોત્સવની બીજી આવૃત્તિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શિયાળુ રમતોત્સવમાં ભારતની અસરકારક હાજરી માટેનું કેન્દ્ર જમ્મુ કાશ્મીરને બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે. તેમણે જમ્મુ કાશ્મીરના ખેલાડીઓ અને સમગ્ર દેશમાંથી આવેલ તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે નોંધ્યું હતું કે જુદા જુદા રાજયોમાંથી આ શિયાળુ રમતોમાં ભાગ લઈ રહેલા રમતવીરોની સંખ્યામાં બમણી થઈ ગઈ છે અને જે શિયાળુ રમતો તરફ લોકોના વધી રહેલ ઉત્સાહને દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે આ શિયાળુ રમતોમાં થયેલ અનુભવ ખેલાડીઓને શિયાળુ ઓલિમ્પિકમાં ભાગ લેતી વખતે મદદરૂપ થશે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શિયાળુ રમતો એક નવા ખેલકૂદના ઇકોસિસ્ટમને વિકસિત કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રમાં પણ એક નવો જુસ્સો અને ઉત્સાહનો ઉમેરો કરશે. તેમણે કહ્યું કે રમતો એ એક એવું ક્ષેત્ર બની ગયું છે કે જેમાં વિશ્વના દેશો તેમની સોફ્ટ પાવરનું પ્રદર્શન કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રમતગમત વૈશ્વિક પરિમાણ ધરાવે છે અને આ વિઝન રમતગમતના ઇકોસિસ્ટમમાં હમણાં તાજેતરમાં થયેલા સુધારાઓને માર્ગદર્શન આપે છે. ખેલો ઈન્ડિયા કેમ્પેઇનથી લઈને ઓલિમ્પિક પોડીયમ સ્ટેડિયમ સુધી એક સમગ્રતયા અભિગમ છે. ખેલકૂદના વ્યવસાયિકોનો હાથ પકડવાનું કાર્ય જમીની સ્તર પર તેમની પ્રતિભા ઓળખવાથી શરૂ કરીને ટોચના વૈશ્વિક મંચ પર લઈ જવા સુધી કરવામાં આવે છે. પ્રતિભા ઓળખથી લઈને ટીમ પસંદગી સુધી પારદર્શિતા એ સરકારની પ્રાથમિકતા છે. રમતવીરોનું ગૌરવ અને તેમના યોગદાનની ખ્યાતિની ખાતરી આપવામાં આવે છે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હમણાં તાજેતરની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતગમતને એક ગૌરવશાળી સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે. રમતગમત કે જેને અગાઉ અભ્યાસક્રમમાં વધારાની પ્રવૃત્તિ ગણવામાં આવતી હતી તેને હવે અભ્યાસક્રમના એક ભાગ તરીકે જોવામાં આવી રહી છે અને રમતગમતમાં ગ્રેડિંગ એ બાળકોના શિક્ષણમાં ગણતરીમાં લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે રમતગમત માટે ઈન્સ્ટિટ્યૂટસ ઓફ હાયર એજ્યુકેશન અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે. તેમણે સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટને શાળાના સ્તર પર લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કારણ કે તે યુવાનો માટે કારકિર્દીની સંભાવનાઓને સુધારશે અને સ્પોર્ટ્સ ઈકોનોમીમાં ભારતની ઉપસ્થિતિમાં વૃદ્ધિ કરશે.

શ્રી મોદીએ યુવાન રમતવીરોને એ વાત હંમેશા યાદ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કે તેઓ આત્મનિર્ભર ભારતના રાજદૂતો છે. સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ રમતગમતના ક્ષેત્રમાં ભારતના પ્રદર્શનના માધ્યમથી તેનું મૂલ્યાંકન કરે છે.