Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દ્રષ્ટિની ખામી ધરાવતાં દિવ્યાંગજનો માટે અનુકૂળ સિક્કાઓની નવી શ્રૃંખલા પ્રસિદ્ધ કરી

પ્રધાનમંત્રીએ દ્રષ્ટિની ખામી ધરાવતાં દિવ્યાંગજનો માટે અનુકૂળ સિક્કાઓની નવી શ્રૃંખલા પ્રસિદ્ધ કરી

પ્રધાનમંત્રીએ દ્રષ્ટિની ખામી ધરાવતાં દિવ્યાંગજનો માટે અનુકૂળ સિક્કાઓની નવી શ્રૃંખલા પ્રસિદ્ધ કરી

પ્રધાનમંત્રીએ દ્રષ્ટિની ખામી ધરાવતાં દિવ્યાંગજનો માટે અનુકૂળ સિક્કાઓની નવી શ્રૃંખલા પ્રસિદ્ધ કરી


પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દ્રષ્ટિ સંબંધિત ખામી ધરાવતા લોકો માટે ઉપયોગી રૂ. 1, 2, 5, 10 અને 20નાં સિક્કાની નવી શ્રૃંખલા પ્રસિદ્ધ કરી હતી. આ વિવિધ ચલણી સિક્કા નવી શ્રૃંખલાનાં ભાગરૂપે જાહેર કરવામાં આવ્યાં છે.

આ સિક્કાઓ 7, લોક કલ્યાણ માર્ગ પર આયોજિત એક સમારંભમાં બહાર પાડવામાં આવ્યાં હતાં, જ્યાં દ્રષ્ટિ સંબંધિત ખામી ધરાવતાં બાળકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમને આવકારવાની ખુશી વ્યક્ત કરી હતી અને તેમની સાથે વાત કરવાની તક આપવા બદલ બાળકોનો આભાર માન્યો હતો.

આ નવી શ્રૃંખલા જાહેર કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર છેવાડાનાં માનવી સુધી પહોંચવાનું વિઝન ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, સિક્કાની નવી શ્રૃંખલાની ડિઝાઇન બનાવવામાં આવી છે અને એ વિઝનને ધ્યાનમાં રાખીને એને બહાર પાડવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ વિશિષ્ટ ખાસિયતો સાથે નવા બહાર પાડવામાં આવેલા સિક્કાથી દ્રષ્ટિની ખામી ધરાવતાં લોકોને વધારે મદદ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સિક્કાઓની નવી શ્રૃંખલા દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને સુવિધા આપશે અને તેમનો આત્મવિશ્વાસ વધારશે.

પ્રધાનમંત્રીએ દિવ્યાંગ સમુદાયનાં કલ્યાણ માટે કેન્દ્ર સરકારે હાથ ધરેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દરેક પગલે દિવ્યાંગ લોકોને ઉપયોગી થાય એવી સંવેદનશીલતા ધરાવે છે.
પ્રધાનમંત્રીએ નવા સિક્કાની ડિઝાઇન કરવા બદલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, સીક્યોરિટી પ્રિન્ટિંગ અને મિન્ટિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ અને નાણાં મંત્રાલયનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ વાતચીત દરમિયાન બાળકોએ પ્રધાનમંત્રીનો સિક્કાઓની નવી શ્રૃંખલા પ્રસ્તુત કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ સિક્કાઓ તેમને રોજિંદા જીવનમાં નાણાકીય વ્યવહાર કરવા માટે ઉપયોગી બનશે.

સિક્કાઓની નવી શ્રૃંખલામાં વિવિધ નવી ખાસિયતો સામેલ કરવામાં આવી છે, જેથી દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિઓ માટે તેમનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે.

નવા સિક્કાઓમાં જેમ-જેમ સિક્કાઓનું મૂલ્ય વધતું જાય છે, તેમ-તેમ તેનું માપ અને વજન વધતું જાય છે. નવા સિક્કાઓમાં રૂ. 20નો સિક્કો સામેલ હશે, જેમાં કોઈ દાંતા વિના 12 સાઇડ હશે. બાકીનાં ચલણી સિક્કા ગોળાકાર હશે.

કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરુણ જેટલી અને કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી પોન રાધાક્રિષ્નન પણ આ પ્રસંગે ઉપસ્થિત હતાં.

NP/J.Khunt/RP