પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડાઉનટાઉન દોહામાં મશરબની એક પરિયોજનાના સ્થળે ભારતીય કામદારો સાથે વાતચીત કરી હતી.
ત્યાં ભેગાં થયેલાં કામદારોને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું હતું કે દોહામાં પહોંચ્યા બાદ તેમનો પ્રથમ કાર્યક્રમ તેમને બધાને મળવાનો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેઓ એ મુદ્દાઓથી સંપૂર્ણરીતે માહિતગાર છે જેનો તે સૌ સામનો કરી રહ્યા છે. તેઓ જ્યારે કતરના નેતાઓને મળશે તો એ મુદ્દાઓ જરૂર ઉઠાવશે.
પ્રધાનમંત્રીએ કામદારો સાથે વાતચીત માટે આવતાં પહેલાં આ સ્થળે બનેલ ચિકિત્સા શિબિરની પણ મુલાકાત લીધી હતી, તેમણે ડોક્ટરો દ્વારા થઈ રહેલી સારી કામગીરી માટે તેમની પ્રશંસા કરી હતી.
પોતાનું સંબોધન પુરૂં કર્યા બાદ, એક મેજથી બીજા મેજ પાસે ગયા હતાં અને ત્યાં બેઠેલા કામદારોના સમૂહ સાથે વાતચીત કરી હતી અને તેમાંથી કેટલાકની સાથે બેસીને ભોજન પણ લીધું હતું.
J.Khunt
Smiles and snacks in Doha...my first programme in Qatar was a visit to a Workers' Camp in downtown Doha. pic.twitter.com/vgQwZdZssX
— Narendra Modi (@narendramodi) June 4, 2016