Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દુબઈ 2024માં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કર પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ દુબઈ 2024માં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કર પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એન્ડ્રી રાજોએલીના સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી.

બંને નેતાઓએ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મૈત્રીપૂર્ણ સંબંધો અને પ્રાચીન ભૌગોલિક સંબંધોને માન્યતા આપી હતી. તેઓએ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની રીતો પર ચર્ચા કરી અને યુએન સહિત વિવિધ બહુપક્ષીય મંચોમાં બંને દેશો વચ્ચેના ગાઢ સહયોગની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ ભારત-મેડાગાસ્કર ભાગીદારીને વધુ મજબુત બનાવવા અને વિઝન ‘સાગર’ – આ ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી. તેમણે સંદેશ આપ્યો કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સાથી વિકાસશીલ દેશ તરીકે, ભારત મેડાગાસ્કરની વિકાસ યાત્રામાં પ્રતિબદ્ધ ભાગીદાર રહેશે.

AP/GP/JD