Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિલ્હી મેટ્રો પેસેન્જર મુસાફરી પ્રી-કોવિડ લેવલથી આગળ નીકળી જવા પર બિરદાવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોમાં દૈનિક પ્રવાસીઓમાં થયેલા વધારાને બિરદાવ્યો છે.

એક X પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ માહિતી આપી હતી કે દિલ્હી મેટ્રોમાં દૈનિક પ્રવાસીઓની મુસાફરીએ પ્રી-કોવિડના આંકડાને ઓલટાઇમ હાઈને પછાડી દીધા છે. 10 ફેબ્રુઆરી, 2020માં, દિલ્હી મેટ્રોમાં દૈનિક મુસાફરો 66,18,717 હતા, જ્યારે 28 ઓગસ્ટ, 2023ના રોજ, તે વધીને 68,16,252 થઈ ગયા છે.

પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં જવાબ આપ્યો અને કહ્યું;

અદ્ભુત સમાચાર. આપણા શહેરી કેન્દ્રોમાં આધુનિક અને આરામદાયક જાહેર પરિવહન હોય તેની ખાતરી કરવા અમારી સરકાર કામ કરવાનું ચાલુ રાખશે.

Wonderful news. Our Government will continue working to ensure our urban centres have modern and comfortable public transport. https://t.co/fe6fXPwhGR

— Narendra Modi (@narendramodi) September 1, 2023

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com