Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે ધ્યાન એ વ્યક્તિના જીવનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનો એક શક્તિશાળી માર્ગ છે, સાથે જ આપણાં સમાજ અને ગ્રહ માટે પણ સારું છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“આજે, વિશ્વ ધ્યાન દિવસ પર, હું તમામને આગ્રહ કરું છું કે તેઓ ધ્યાનને પોતાના રોજિંદા જીવનનો એક ભાગ બનાવે અને તેની પરિવર્તનીય ક્ષમતાનો અનુભવ કરે. ધ્યાન એ વ્યક્તિના જીવનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનો એક શક્તિશાળી માર્ગ છે, સાથે જ આ આપણાં સમાજ અને ગ્રહ માટે પણ છે. ટેક્નૉલૉજીના યુગમાં, એપ્સ અને નિર્દેશિત વીડિયો આપણી દિનચર્યાઓમાં ધ્યાનને સામેલ કરવામાં મદદ કરવા માટે મૂલ્યવાન સાધનો બની શકે છે.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com