Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ થાઇલેન્ડમાં 6ઠ્ઠી બિમ્સ્ટેક સમિટમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ થાઇલેન્ડમાં 6ઠ્ઠી બિમ્સ્ટેક સમિટમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડ દ્વારા આયોજિત છઠ્ઠા બિમ્સ્ટેક (બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન) શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જેનું વર્તમાન અધ્યક્ષપદ છે. સમિટની થીમ – “ બિમ્સ્ટેક સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને મુક્તહતી. તે બિમ્સ્ટેક ક્ષેત્રનાં લોકોની નેતાઓની પ્રાથમિકતાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાનાં સમયમાં સહિયારી વૃદ્ધિ સુનિશ્ચિત કરવા BIMSTECનાં પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ધરતીકંપમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે ગ્રુપનું સફળતાપૂર્વક સંચાલન કરવા બદલ પ્રધાનમંત્રી શિનાવાત્રાનો આભાર માન્યો હતો. બિમ્સ્ટેકને દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે એક મહત્વપૂર્ણ સેતુ તરીકે દર્શાવતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જૂથ પ્રાદેશિક સહકાર, સંકલન અને પ્રગતિ માટે એક અસરકારક મંચ બની ગયું છે. સંબંધમાં તેમણે બિમ્સ્ટેકનાં એજન્ડા અને ક્ષમતાને વધારે મજબૂત કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ બિમ્સ્ટેકમાં સંસ્થા અને ક્ષમતા નિર્માણ માટે ભારતની આગેવાની હેઠળની કેટલીક પહેલોની જાહેરાત કરી હતી. તેમાં આપત્તિ વ્યવસ્થાપન પર ભારતમાં બિમસ્ટેક સેન્ટર્સ ઑફ એક્સેલન્સની સ્થાપના, સ્થાયી દરિયાઈ પરિવહન, પરંપરાગત ચિકિત્સા અને કૃષિમાં સંશોધન અને તાલીમ સામેલ છે. તેમણે યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવા માટે એક નવા કાર્યક્રમની પણ જાહેરાત કરી હતીબીઓડીઆઈ [બિમસ્ટેક ફોર ઓર્ગેનાઇઝ્ડ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન રિસોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર], જે અંતર્ગત વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો, રાજદ્વારીઓ અને અન્યોને તાલીમ અને શિષ્યવૃત્તિ પ્રદાન કરવામાં આવશે. તેમણે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રાદેશિક જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે ભારત દ્વારા પાયલોટ અભ્યાસ અને ક્ષેત્રમાં કેન્સરની સંભાળ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમની પણ ઓફર કરી હતી. પ્રાદેશિક આર્થિક સંકલન માટે અપીલ કરીને પ્રધાનમંત્રીએ બિમ્સ્ટેક ચેમ્બર ઑફ કોમર્સ સ્થાપિત કરવાની અને ભારતમાં દર વર્ષે બિમ્સ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કરવાની ઓફર કરી હતી.

વિસ્તારને એકતાંતણે લાવનારા ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણો પર નિર્માણની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ લોકો વચ્ચેનાં જોડાણને વધારે મજબૂત કરવા માટે કેટલીક પહેલોની જાહેરાત કરી હતી. ભારત વર્ષે બિમ્સ્ટેક એથ્લેટિક્સ મીટ અને 2027માં પ્રથમ બિમ્સ્ટેક ગેમ્સનું આયોજન કરશે. જ્યારે સમૂહ તેની 30મી વર્ષગાંઠની ઉજવણી કરશે. તે બિમ્સ્ટેક ટ્રેડિશનલ મ્યુઝિક ફેસ્ટિવલનું પણ આયોજન કરશે. વિસ્તારનાં યુવાનોને નજીક લાવવા પ્રધાનમંત્રીએ યંગ લીડર્સ સમિટ, હેકેથોન અને યંગ પ્રોફેશનલ વિઝિટર્સ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ જાહેર કરેલી પહેલની સંપૂર્ણ સૂચિ અહીં જોઈ શકાય છે.

સમિટમાં નીચેની બાબતો અપનાવવામાં આવી હતીઃ

i. સમિટનું જાહેરનામું

ii. બિમ્સ્ટેક બેંગકોક વિઝન 2030 દસ્તાવેજ, જે ક્ષેત્રની સામૂહિક સમૃદ્ધિ માટેનો માર્ગ નકશો રજૂ કરે છે.

iii. બિમ્સ્ટેક દરિયાઇ પરિવહન સમજૂતી પર હસ્તાક્ષર, જેરાષ્ટ્રીય સારવાર અને જહાજો, ક્રૂ અને કાર્ગોને સહાય પૂરી પાડે છે; પ્રમાણપત્રો/દસ્તાવેજોની પારસ્પરિક માન્યતા; જોઇન્ટ શિપિંગ કોઓર્ડિનેશન કમિટી અને વિવાદની પતાવટની પદ્ધતિ.

iv.. બિમ્સ્ટેકના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જૂથનો અહેવાલ બિમ્સ્ટેક માટે ભાવિ દિશાનિર્દેશો માટે ભલામણો કરવા માટે રચાયેલો છે.

AP/IJ/GP/JD