પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. કીથ રોઉલી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગો દ્વારા ભારતના મુખ્ય UPI પ્લેટફોર્મને અપનાવવા બદલ પ્રધાનમંત્રી રોલીને અભિનંદન આપ્યા અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ક્ષેત્રમાં વધુ સહયોગની ખાતરી આપી હતી. તેમણે આ વર્ષની શરૂઆતમાં ICC T20 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની સફળતાપૂર્વક સહ યજમાની કરવા બદલ પણ પ્રધાનમંત્રી રોલીની પ્રશંસા કરી હતી.
બેઠક દરમિયાન બંને નેતાઓએ સુરક્ષા, આરોગ્ય, પરિવહન, કૃષિ, ક્ષમતા નિર્માણ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. ચર્ચા-વિચારણા બાદ ફૂડ પ્રોસેસિંગ પરના MOUની આપ-લે કરવામાં આવી હતી.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Prime Ministers @narendramodi and @DrKeithRowley of Trinidad & Tobago met on the sidelines of the 2nd India-CARICOM Summit in Guyana. PM Modi congratulated PM Dr. Rowley on Trinidad & Tobago’s adoption of the UPI platform.
— PMO India (@PMOIndia) November 21, 2024
The two leaders explored ways to further enhance… pic.twitter.com/twg3qqaOXH
Had a very fruitful meeting with Prime Minister Dr. Keith Rowley of Trinidad & Tobago. We talked about how to diversify trade linkages between our nations. Areas like science, healthcare, education, renewable energy and agriculture offer great potential for cooperation. It is a… pic.twitter.com/zuF6jQAuUL
— Narendra Modi (@narendramodi) November 21, 2024