Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. ભીમરાવ આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનો શિલાન્યાસ કર્યો, તેમણે ડૉ. આંબેડકર સ્મારક વ્યાખ્યાન પણ આપ્યું

પ્રધાનમંત્રીએ ડૉ. ભીમરાવ આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનો શિલાન્યાસ કર્યો, તેમણે ડૉ. આંબેડકર સ્મારક વ્યાખ્યાન પણ આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (21-3-2016) ડૉ. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ સ્થળ 26, અલીપુર રોડ, દિલ્હીમાં ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું.

આ અવસર પર પ્રધાનમંત્રીએ વિજ્ઞાન ભવનમાં શિલાન્યાસના કાર્યક્રમ સંબંધી તકતિનું આનાવરણ કર્યું. ત્યારબાદ છઠ્ઠુ આંબેડકર સ્મારક વ્યાખ્યાન આપતા પ્રધાનમંત્રીએ દ્રઢતાપૂર્વક કહ્યું કે કેન્દ્ર સરકારની આરક્ષણ નીતિમાં કોઈ બદલાવ નહીં થાય. આ નીતિ અંતર્ગત સમાજના નબળા વર્ગોના પક્ષમાં કાર્યક્રમ ચાલતા રહેશે. તેમણે આ સંબંધમાં દુષ્પ્રચાર કરી ખોટી માહિતી ફેલાવનારાની કડક નિંદા કરી. તેમણે યાદ કરાવ્યુ કે આવા દુષ્પ્રચાર ત્યારે પણ થયા હતા, જ્યારે શ્રી વાજપેયી પ્રધાનમંત્રી હતા.

ડૉ. આંબેડકરના યોગદાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આંબેડકર રાષ્ટ્રીય સ્મારક ટૂંક સમયમાં દિલ્હીના મહત્વપૂર્ણ ભવનોમાંથી એક હશે. તેમણે જાહેરાત કરી કે તેઓ સ્વયં બાબા સાહેબની જયંતી 14 એપ્રિલ, 2018ના રોજ આનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ડૉ. આંબેડકરના સમ્માનમાં પાંચ સ્થળોને ‘પંચતીર્થ’ના રૂપમાં વિકસિત કરાવાશે. આ સ્થળોમાં, મ્હાવ સ્થિત તેમનું જન્મ સ્થળ, લંડનમાં તે સ્થળ જ્યાં તેઓ બ્રિટેનમાં અધ્યયન દરમિયાન રોકાયા હતા, નાગપુરમાં દીક્ષા ભૂમિ, દિલ્હીમાં મહાપરિનિર્વાણ સ્થળ અને મુંબઈમાં ચૈતન્ય ભૂમિનો સમાવેશ છે. આના ઉપરાંત પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં જનપથ પર સ્થિત ડૉ. આંબેડકર ફાઉન્ડેશન ભવનનો પણ ઉલ્લેખ કર્યો.

રાષ્ટ્ર પ્રત્યે ડૉ. આંબેડકરના યોગદાનની ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે સરદાર પટેલ દેશને રાજનીતિક રૂપથી એક કરી રહ્યા હતા, ત્યારે ડૉ. આંબેડકર સંવિધાનના માધ્યમથી સમાજને એકસૂત્રમાં પરોવી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ યાદ કરાવ્યું કે કેવી રીતે ડૉ. આંબેડકરે મહિલાઓને સમાન અધિકારોની વકીલાત કરી હતી, એ પણ એ સમયે જ્યારે આવા વિચારોને કડક રાજનીતિક વિરોધનો સામનો કરવો પડતો હતો. ડૉ. આંબેડકર આવા કર્મના લીધે વૈશ્વિક સ્તરે છવાઈ ગયા હતા. માર્ટિન લ્યુથર કિંગે અમેરિકામાં એ જ કહ્યું હતું. ડૉ. આંબેડકર માત્ર દલિત શ્રમિકોના જ નહિં, પરંતુ બધા મહેનત કરનારાઓના મસીહા હતા. એટલા માટે પ્રધાનમંત્રીએ આઠ કલાક કાર્ય કરવાની સમયસીમા નક્કી કરવામાં ડૉ. આંબેડકરના યોગદાનને યાદ કર્યું.

હાલની નીતિગત પહેલ અને કાયદાકીય પગલાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ડૉ. આંબેડકરે જ પહેલી વખત ભારતની સામુદ્રિક ક્ષમતા અને અંતર્દેશીય જળમાર્ગના સ્વપનોને જોયા હતા. આવી જ રીતે દરેક બાકી ગામોમાં વિજળી પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે 2018 સુધી આ કાર્ય સંપન્ન કરવાનું વચન આપ્યું. આ ડૉ. આંબેડકરના વિઝનને પૂર્ણ કરવાની દિશામાં પ્રથમ પગલું પણ છે.

AP/J.Khunt/GP