પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો, જેનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બિડેન, જુનિયરે કર્યું હતું. ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થની આલ્બેનીઝ અને જાપાનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફુમિયો કિશિદાએ પણ ભાગ લીધો હતો.
પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ બાઇડનનો શિખર સંમેલનની યજમાની કરવા બદલ આભાર માન્યો હતો અને વૈશ્વિક હિત માટેનાં પરિબળ તરીકે ક્વાડને મજબૂત કરવાની તેમની વ્યક્તિગત કટિબદ્ધતા માટે આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે જ્યારે વિશ્વ તણાવ અને સંઘર્ષોથી ઘેરાયેલું છે, ત્યારે સહિયારા લોકતાંત્રિક લોકાચાર અને મૂલ્યો સાથે ક્વાડનાં ભાગીદારોનું એકમંચ પર આવવું માનવતા માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ જૂથ કાયદાનાં શાસન, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે સન્માન અને વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન કરવાની કટિબદ્ધતા સાથે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવવા માટે ઊભું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુક્ત, ખુલ્લા, સમાવેશી અને સમૃદ્ધ ઇન્ડો–પેસિફિક એ ક્વાડ ભાગીદારોનો સહિયારો ઉદ્દેશ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ક્વાડ અહીં રહેવા, સહાય કરવા, ભાગીદારી કરવા અને ઇન્ડો–પેસિફિક દેશોનાં પ્રયાસોને પૂરક બનાવવા માટે છે.
તે વાત પર જોર આપતા કે ક્વાડ “વૈશ્વિક ભલાઈ માટેની એક તાકાત” બની રહ્યું છે, નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને સમગ્ર વૈશ્વિક સમુદાયના વિકાસની પ્રાથમિકતાઓને સંબોધવા માટે નીચેની જાહેરાતો કરી:
* “ક્વાડ કેન્સર મૂનશોટ”, સર્વાઇકલ કેન્સર સામે લડીને ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં જીવન બચાવવા માટે એક અભૂતપૂર્વ ભાગીદારી.
* “ઇન્ડો–પેસિફિકમાં તાલીમ માટે મેરિટાઇમ ઇનિશિયેટિવ” (એમએઆઇટીઆરઆઈ) ઇન્ડો–પેસિફિક ભાગીદારોને આઇપીએમડીએ અને અન્ય ક્વાડ પહેલ મારફતે પૂરા પાડવામાં આવતા સાધનોને મહત્તમ કરવા સક્ષમ બનાવવા માટે.
* “ઇન્ડો-પેસિફિકમાં પ્રશિક્ષણ માટે સમુદ્રી પહેલ” (MAITRI) ઇન્ડો-પેસિફિક ભાગીદારોને IPMDA અને અન્ય ક્વાડ પહેલ દ્વારા પૂરા પાડવામાં માધ્યમથી પ્રદાન કરવામાં આવેલા સાધનોને મહત્તમ કરવામાં સક્ષમ કરવા માટે છે.
* આંતરવ્યવહારિકતામાં સુધારો કરવા અને દરિયાઇ સુરક્ષાને આગળ વધારવા માટે 2025માં પ્રથમ વખત “ક્વાડ–એટ–સી શિપ ઓબ્ઝર્વર મિશન“.
* “ક્વાડ પોર્ટ્સ ઓફ ધ ફ્યુચર પાર્ટનરશીપ“, જે ઇન્ડો–પેસિફિકમાં સંતુલિત અને સ્થિતિસ્થાપક બંદર માળખાગત વિકાસને ટેકો આપવા માટે ક્વાડની સામૂહિક કુશળતાનો ઉપયોગ કરશે.
* આ વિસ્તારમાં અને તેનાથી આગળ “વિકાસ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જમાવટ માટે ક્વાડ સિદ્ધાંતો“
* ક્વાડની સેમીકન્ડક્ટર સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતા વધારવા માટે “સેમીકન્ડક્ટર સપ્લાય ચેઇન્સ કન્ટિન્જન્સી નેટવર્ક મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન“
* ઇન્ડો–પેસિફિક ક્ષેત્રમાં ઉચ્ચ કાર્યક્ષમતા પરવડે તેવી ઠંડક પ્રણાલીના ઉપયોગ અને ઉત્પાદન સહિત ઊર્જા કાર્યક્ષમતાને વેગ આપવા માટે સામૂહિક ક્વાડ પ્રયાસ.
* ભારતે મોરેશિયસ માટે અવકાશ–આધારિત વેબ પોર્ટલની સ્થાપના કરી છે, જે આત્યંતિક હવામાનની ઘટનાઓ અને આબોહવાની અસરના અવકાશ–આધારિત નિરીક્ષણ માટે ખુલ્લા વિજ્ઞાનની વિભાવનાને ટેકો આપશે.
* ભારત દ્વારા જાહેર કરવામાં આવેલી ક્વાડ સ્ટેમ ફેલોશિપ હેઠળ એક નવી પેટા–કેટેગરી, ઇન્ડો–પેસિફિક ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી તકનીકી સંસ્થામાં 4-વર્ષના સ્નાતક કક્ષાના એન્જિનિયરિંગ પ્રોગ્રામને આગળ વધારવા માટે પ્રવેશ આપવામાં આવશે.
નેતાઓએ 2025માં ભારત દ્વારા ક્વાડ લીડર્સ સમિટના આગામી આયોજનને આવકાર્યું હતું. ક્વાડ એજન્ડાને આગળ વધારવા માટે, તેઓએ ક્વાડ વિલ્મિંગ્ટન ઘોષણાને અપનાવી.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Glad to have met Quad Leaders during today’s Summit in Wilmington, Delaware. The discussions were fruitful, focusing on how Quad can keep working to further global good. We will keep working together in key sectors like healthcare, technology, climate change and capacity… pic.twitter.com/xVRlg9RYaF
— Narendra Modi (@narendramodi) September 22, 2024
PM @narendramodi participated in the Quad Leaders' Summit alongside @POTUS @JoeBiden of the USA, PM @kishida230 of Japan and PM @AlboMP of Australia.
— PMO India (@PMOIndia) September 22, 2024
During the Summit, the Prime Minister reaffirmed India's strong commitment to Quad in ensuring a free, open and inclusive… pic.twitter.com/TyOti2Rbc9