Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ટૅબ્લો કલાકારો, આદિજાતિ મહેમાનો, એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકો સાથેના કાર્યક્રમ ‘એટ હોમ’માં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે ટૅબ્લો કલાકારો, આદિજાતિ મહેમાનો, એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોનું ‘એટ હોમ’માં સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કલાકારો અને પ્રતિભાગીઓને ગણતંત્ર દિવસની પરેડ અને સંબંધિત કાર્યક્રમમાં તેમના ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આ તેમના જીવનનો એક મહત્વપૂર્ણ અવસર છે, સંપૂર્ણ દેશ તમારી પાસેથી પ્રેરણા લેશે.

પ્રધાનમંત્રીએ રોજીંદા જીવનમાં શિસ્તનાં મહત્વ વિશે વાત કરી હતી અને ઉમેર્યુ હતું કે શિસ્ત એનસીસીનું અભિન્ન અંગ છે. તેમણે કહ્યું હતું કે નાગરિકોએ તેમની ફરજો વિશે હંમેશાં જાગૃત રહેવું જોઈએ. લોકોની આકાક્ષાંઓ સાથે, ભારત ખૂબ જ ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિવિધ મહેમાનો દ્વારા પ્રસ્તુત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.

NP/J.Khunt/GP/RP