Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં હઝારીબાગની મુલાકાત લીધી, અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં હઝારીબાગની મુલાકાત લીધી, અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં હઝારીબાગની મુલાકાત લીધી, અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં હઝારીબાગની મુલાકાત લીધી, અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં હઝારીબાગની મુલાકાત લીધી હતી. તેમણે ઝારખંડ માટે કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઝારખંડનાં રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રી શ્રી જયંત સિંહા અને ઝારખંડનાં મુખ્યમંત્રી શ્રી રઘુવીર દાસ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત હતાં.

અહિં જનસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું દેશ માટે શહીદ થનાર ઝારખંડનાં બહાદુર સપૂત શ્રી વિજય સોરેંગને શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. દરેક પગલે અમે શહીદોનાં પરિવારોની સારસંભાળ રાખીશું.”
પ્રધાનમંત્રીએ હઝારીબાગ, દુમ્કા અને પલામુમાં મેડિકલ કોલેજોનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વર્ષ 2017માં આ કોલેજોનો શિલોન્યાસ કર્યો હતો. આ નવી મેડિકલ કોલેજોનું નિર્માણ રૂ. 885 કરોડનાં ખર્ચે થયું છે. દરેક કોલેજ કેમ્પસ દિવ્યાંગજનોને અનુકૂળ બનાવવામાં આવ્યું છે. આધુનિક તબીબી સુવિધાઓથી ઝારખંડનાં 11 જિલ્લાઓનાં 1.5 કરોડ લોકોને લાભ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ ઝારખંડની એ ભૂમિ છે, જ્યાં આયુષ્માન ભારત યોજના શરૂ થઈ હતી, જેનાથી ઝારખંડનાં હજારો લોકો સહિત ભારતનાં લાખો લોકોને લાભ થયો હતો. રાજ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત માળખાગત સુવિધાઓ સુધારવા સતત પ્રયાસો ચાલુ છે.” તેમણે હઝારીબાગ, દુમ્કા, પલામુ અને જમશેદપુરમાં 500-500 બેડ ધરાવતી ચાર હોસ્પિટલોનું શિલોરોપણ કર્યુ હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય અને પીવાનું સ્વચ્છ પાણી એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. ઝારખંડમાં લોકાર્પણ થયેલો પાણીનો પ્રોજેક્ટ રાજ્યનાં લોકોનાં સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરશે. પ્રધાનમંત્રીએ રામગઢ અને હઝારીબાગ જિલ્લાઓમાં ગ્રામીણ પાણી પુરવઠાની ચાર યોજનાઓનું શિલારોપાણ કર્યું હતું. તેમણે આ બંને જિલ્લાઓમાં વિશેષ વંચિત આદિવાસી સમુદાયોના રહેણાક વિસ્તારો માટે પાણી પુરવઠાની યોજનાઓ માટે શિલોરાપણ કરવાની સાથે ગ્રામીણ પાણી પુરવઠાની વધુ છ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે હઝારીબાગમાં પણ શહેરી પાણી પુરવઠા યોજના માટે શિલારોપાણ કર્યું હતું. રૂ. 500 કરોડનો અંદાજિત ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ હઝારીબાગમાં 56000 કુટુંબોને પીવાનાં સ્વચ્છ પાણીનો પુરવઠો પ્રદાન કરશે.
પ્રધાનમંત્રીએ નમામી ગંગે પહેલ અંતર્ગત સાહિબગંજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મધુસુદન પ્લાન્ટનું ઉદઘાટન પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઇ-નામ હેઠળ મોબાઇલ ફોનની ખરીદી કરવા ખેડૂતો માટે ડીબીટી યોજના શરૂ કરવાનાં પ્રતીક સ્વરૂપે પસંદ થયેલા લાભાર્થીઓને ચેકનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ યોજનાથી 27 લાખ ખેડૂતોને લાભ થશે. સ્માર્ટફોનની મદદ સાથે તેમને હવામાનની માહિતી મળવાની સાથે પાકની કિંમતો, સરકારી યોજનાઓ અને કૃષિની નવી પદ્ધતિઓ વિશે માહિતી પણ મળશે.”

પ્રધાનમંત્રીએ રામગઢમાં ફક્ત મહિલાઓ માટેની એન્જિનીયરીંગ કોલેજનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પૂર્વીય ભારતમાં આ પ્રકારની આ પ્રથમ અને સંપૂર્ણ ભારતમાં આ ત્રીજી કોલેજ છે, જ્યાં ફક્ત મહિલાઓને ઇજનેરીની વિવિધ શાખાઓનો અભ્યાસ કરાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ હઝારીબાગમાં આદિજાતિ અધ્યાપન કેન્દ્ર, આચાર્ય વિનોબા ભાવે યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું હતું. તેમણે કહ્યું હતું. આ સંસ્થાથી આદિજાતિઓની રહેણીકરણી અને સંસ્કૃતિ પર જાણકારી મેળવવામાં અને ફેલાવવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સબ કા સાથ, સબ કા વિકાસમાં સમાજનાં તમામ સમુદાયને સશક્ત કરવાનો ઉદ્દેશ છે, જેમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને આદિવાસીઓ સામેલ છે અને મહિલાઓ અને આદિવાસીઓ માટે કોલેજ આ દિશામાં કરવામાં આવેલા પ્રયાસો છે.

પ્રધાનમંત્રીએ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કાન્હા મિલ્ક સ્કીમ શરૂ કરવાનાં પ્રતીક સ્વરૂપે શાળાઓનાં બાળકોની પસંદગી કરવા પેક કરેલા દૂધનું વિતરણ કર્યું હતું. વિદ્યાર્થીઓને દરરોજ 200 એમએલ દૂધ મળશે, જે કુપોષણ સામે લડવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મને આશા છે કે, દરેક બાળકને તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવામાં અને દેશને ગૌરવ અપાવવામાં મદદ મળશે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર સંગ્રહાલયો અને સ્મારકોમાં આપણાં સ્વતંત્રતા સંગ્રામનાં આદિવાસી નાયકોની યાદોની જાળવણી કરવા અને આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનાં પ્રયાસો કરી રહી છે.

RP