Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જિનેવામાં સ્વિસ મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી, આર્થિક સંબંધોને મજબૂત બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત

પ્રધાનમંત્રીએ જિનેવામાં સ્વિસ મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી, આર્થિક સંબંધોને મજબૂત બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત

પ્રધાનમંત્રીએ જિનેવામાં સ્વિસ મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી, આર્થિક સંબંધોને મજબૂત બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત


સ્વિસ પ્રમુખ સાથે વેપાર, ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે સહયોગ સ્થાપવા ચર્ચા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ દેશોની પોતાની યાત્રાના ત્રીજા ચરણમાં આજે જિનેવામાં સ્વિસ મુખ્ય કાર્યકારી અધિકારીઓની સાથે વ્યાપારિક ગોળમેજી બેઠકમાં મુલાકાત કરી. આ બેઠકમાં વિભિન્ન ક્ષેત્રોના મુખ્ય કાર્યકારી અધિકારીઓની સાથે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું. પ્રધાનમંત્રીની સાથે થયેલી બેઠકમાં એબીબી, લાફાર્જ નોવાર્ટિસ, નેસ્લે, રાઈટર, રૉશ સહિત અનેક સ્વિસ મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ભાગ લીધો.

વ્યાપારિક પ્રમુખોને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અ હળીમળીને કાર્ય કરવું અમારા વિકાસની આવશ્યકતા છે. તેમણે કહ્યું કે સ્વિસની વ્યાવસાયિક ક્ષમતા આનાથી લાભાન્વિત થઈ શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને પ્રસન્નતા છે કે બંને દેશોની વચ્ચે આર્થિક સંબંધ મજબૂત અને જીવંત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં માત્ર 1.25 અરબનું બજાર નથી પરંતુ દેશમાં કૌશલ્ય અને વ્યાપાર માટે સ્વતંત્ર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવનારી એક સરકાર છે. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક માનકો અનુરૂપ વિનિર્માણ કરવા ઈચ્છે છે અને એટલે કૌશલ્ય વિકાસનું સ્વિસનું પ્રારૂપ એને માટે ખૂબ પ્રાસંગિક છે.

આ પહેલા દિવસમાં, પ્રધાનમંત્રીએ સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ શ્નાઈડર અમ્માન્નની સાથે ભારત અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે બહુઆયામી દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. આ વાર્તાલાપ દરમિયાન વ્યાપાર, પ્રૌદ્યોગિકી, કૌશલ્ય વિકાસ, અક્ષર ઉર્જામાં સહયોગ પર પણ ચર્ચા કરાઈ. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમાન પ્રતિબદ્ધતાઓ, મૂલ્ય, નાગરિક થી નાગરિક અને આર્થિક સંબંધ ભારત અને સ્વિટ્ઝરલેન્ડના સંબંધોને નવી ઉંચાઈઓ પર લઈ જશે.

જિનેવાના સીઈઆરએનમાં ભારતીય વૈજ્ઞાનિકો અને છાત્રોના એક સમૂહે પણ આજે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી.

J.Khun/GP