Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર શ્રી હેલ્મુટ કોલના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર શ્રી હેલ્મુટ કોલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જર્મનીના એકીકરણના નિર્માતા, રાજનીતિજ્ઞ, મુત્સદ્દી શ્રી હેલ્મુટ કોલના નિધન પર અમને દુઃખ છે. તેઓ યુરોપની અખંડિતતાના હિમાયતી હતા.

શ્રી હેલ્મુટ કોલે વર્ષ 1986 અને 1993માં ભારતની મુલાકાત લીધી હતી. અમે ભારત-જર્મનીના સંબંધોમાં મજબૂતી લાવવા માટે અમૂલ્ય પ્રદાન કરવા બદલ તેમની કદર કરીએ છીએ.”

TR