Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના એક ઉદ્યોગસાહસિક અને સરકારી લાભાર્થી શ્રી નાઝીમ સાથે સેલ્ફી માટે પોઝ આપ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિક્સિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમમાં તેમની વાતચીત દરમિયાન બાદમાંની વિનંતી પર જમ્મુ અને કાશ્મીરના પુલવામાના એક ઉદ્યોગસાહસિક અને સરકારી લાભાર્થી શ્રી નાઝીમ સાથે સેલ્ફી માટે પોઝ આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મારા મિત્ર નાઝીમ સાથે એક યાદગાર સેલ્ફી. તે જે સારું કામ કરે છે તેનાથી હું પ્રભાવિત થયો હતો. જાહેર સભામાં તેણે સેલ્ફી લેવાની વિનંતી કરી અને તેને મળીને ખુશ થયો. તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ. ”

AP/GP/JD