Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રીએ જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જન ઔષધિ કેન્દ્રના માલિકો અને યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. જેનેરિક દવાઓના ઉપયોગ અને જન ઔષધિ પરિયોજનાનાં ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે 1લી માર્ચથી દેશભરમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઇવેન્ટની થીમ “જન ઔષધિ-જન ઉપયોગી” છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.

પટનાના લાભાર્થી, શ્રીમતી હિલ્ડા એન્થોની સાથે વાતચીત કરતા, પ્રધાનમંત્રીએ પૂછ્યું કે તેમને જન ઔષધિ દવાઓ વિશે કેવી રીતે જાણ થઈ. તેમણે દવાઓની ગુણવત્તા અંગે પણ પૂછપરછ કરી હતી. તેણીએ જવાબ આપ્યો કે તેમને દવાઓથી ઘણો ફાયદો થયો છે કારણ કે તેઓ તેની માસિક દવાઓ અગાઉ 1200-1500 રૂપિયાને બદલે 250 રૂપિયામાં મેળવી શકતી હતી. તેણીએ કહ્યું કે તે બચતને સામાજિક કાર્યોમાં ખર્ચે છે. પ્રધાનમંત્રીએ તેમની ભાવનાની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે તેમના જેવા લોકો દ્વારા જન ઔષધિમાં લોકોનો વિશ્વાસ વધશે. તેમણે કહ્યું કે મધ્યમ વર્ગ આ યોજના માટે એક મહાન એમ્બેસેડર બની શકે છે. તેમણે સમાજના મધ્યમ અને નીચલા-મધ્યમ અને ગરીબ વર્ગોની આર્થિક સ્થિતિ પર રોગની અસર વિશે પણ વાત કરી. તેમણે સમાજના સાક્ષર વર્ગને જન ઔષધિના ફાયદાઓ વિશે વાત કરવા આહ્વાન કર્યું હતું.

ભુવનેશ્વરના દિવાંગ લાભાર્થી શ્રી સુરેશ ચંદ્ર બેહેરા સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ જન ઔષધિ પરિયોજના સાથેના તેમના અનુભવ વિશે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ એ પણ પૂછ્યું કે શું તેમને જરૂરી તમામ દવાઓ જન ઔષધિ સ્ટોર પર ઉપલબ્ધ છે. શ્રી બેહેરાએ કહ્યું કે તેઓ સ્ટોરમાંથી બધી દવાઓ મેળવે છે અને દર મહિને 2000-2500 રૂપિયા બચાવે છે કારણ કે તેમના માતાપિતાને પણ દવાઓની જરૂર છે. પ્રધાનમંત્રીએ ભગવાન જગન્નાથને તેમના પરિવારની તંદુરસ્તી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમણે શ્રી બેહેરાની ભાવનાની પ્રશંસા કરી જેઓ દિવ્યાંગ હતા અને તેમની લડાઈ બહાદુરીથી લડી રહ્યા હતા.

મૈસુરની સુશ્રી બબીતા રાવ સાથે વાતચીત કરતા, પ્રધાનમંત્રીએ તેમને સોશિયલ મીડિયા દ્વારા આ વાત ફેલાવવા વિનંતી કરી જેથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે.

સુરતની સુશ્રી ઉર્વશી નીરવ પટેલે પ્રધાનમંત્રીને, તેમના વિસ્તારમાં જન ઔષધિને પ્રમોટ કરવાની તેમની સફર અને જન ઔષધિ કેન્દ્રમાંથી ઓછા ખર્ચે સેનેટરી પેડ્સ દ્વારા કેવી રીતે તેમના પ્રયાસોથી  વધુ લોકોને દાનમાં આપવામાં મદદ મળી તેનું વર્ણન કર્યું. પ્રધાનમંત્રીએ રાજકીય કાર્યકર તરીકે તેમની સેવા ભાવનાની પ્રશંસા કરી હતી. આનાથી જાહેર જીવનમાં સેવાની ભૂમિકામાં વધારો થશે. તેમણે એવું પણ સૂચન કર્યું કે રોગચાળા દરમિયાન પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ અને  મફત રાશનના લાભાર્થીઓનો સ્વચ્છતા અંગેની જાગૃતિ વધારવા માટે સંપર્ક કરવો જોઈએ.

રાયપુરના શ્રી શૈલેષ ખંડેલવાલે જન ઔષધિ પરિયોજના સાથેની તેમની સફર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમને સારું લાગ્યું કે દવાઓની કિંમત ઓછી છે અને તેમણે આ વાત તેમના તમામ દર્દીઓ સુધી પહોંચાડી. પ્રધાનમંત્રીએ અન્ય ડૉક્ટરોને પણ લોકોમાં જન ઔષધિને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જન ઔષધિ કેન્દ્રો શરીર માટે દવાના કેન્દ્રો છે, તેઓ મનની ચિંતા પણ ઘટાડે છે અને તેઓ તેમના નાણાં બચાવીને લોકોને રાહત આપવાના કેન્દ્રો પણ છે. પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે આ પ્રકારના લાભ લોકોના તમામ વર્ગો અને દેશના તમામ ભાગોમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમણે 1 રૂપિયાના સેનેટરી નેપકીનની સફળતાની પણ નોંધ લીધી. 21 કરોડ સેનિટરી નેપકિનનું વેચાણ દર્શાવે છે કે જન ઔષધિ કેન્દ્રોએ સમગ્ર દેશમાં મહિલાઓનું જીવન સરળ બનાવ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 8,500 થી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ કેન્દ્રો હવે સામાન્ય માણસ માટે ઉકેલ કેન્દ્રો બની રહ્યા છે અને માત્ર અન્ય સરકારી સ્ટોર નથી. તેમણે કહ્યું કે, સરકારે કેન્સર, ક્ષય, ડાયાબિટીસ, હૃદય રોગ જેવા રોગોની સારવાર માટે જરૂરી 800 થી વધુ દવાઓના ભાવને પણ નિયંત્રિત કર્યા છે. સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે સ્ટંટિંગ અને ઘૂંટણના પ્રત્યારોપણના ખર્ચને પણ નિયંત્રણમાં રાખવામાં આવે. તેમણે નાગરિકો માટે તબીબી સંભાળને સસ્તું બનાવવા અંગેના આંકડા આપ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે 50 કરોડથી વધુ લોકો આયુષ્માન ભારત યોજનાના દાયરામાં છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના 70 હજાર કરોડ રૂપિયાની બચત કરીને 3 કરોડથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. પીએમ નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામે 550 કરોડ રૂપિયાની બચત કરી છે. ઘૂંટણનું પ્રત્યારોપણ અને દવાના ભાવ નિયંત્રણથી 13 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે, જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મળશે. તેમણે માહિતી આપી હતી કે, “અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોની અડધી બેઠકો સરકારી મેડિકલ કોલેજોની સમકક્ષ ચાર્જ કરવામાં આવશે”.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com