પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહાજને તેમની જયંતીએ શ્રધ્ધાંજલિ અર્પી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર નમન કરું છું. અમારી ભૂમિ પર આવા શૂરવીર અને મહાન આત્માનો જન્મ થયો એનાથી ભારત ગૌરવ અનુભવે છે.
શિવાજી મહારાજ માટે લોકોની સુખાકારી સર્વોપરી હતી. તેઓ અસાધારણ વહિવટી કુશળતા ધરાવતા આદર્શ શાસક હતા.
અમે શિવાજી મહારાજના આદર્શોને પુરા કરવા અને તેઓ ગર્વ કરી શકે એવા ભારતના નિર્માણ માટે ઉત્સાહપૂર્વકના પ્રયાસ કરી રહ્યા છીએ.
તાજેતરમાં જ મને અરબી સમુદ્ર પર શિવાજી મહારાજની પ્રતિમા માટેના કાર્યક્રમમાં જોડાવાનું સન્માન પ્રાપ્ત થયું. હું હંમેશા એ દિવસને યાદ રાખીશ.”
छत्रपती शिवाजी महाराज यांच्या जयंतीदिनी त्यांना नमन. त्यांच्यासारखे शूर आणि महान व्यक्तिमत्व आपल्या भूमीत जन्मले याचा भारताला अभिमान आहे. pic.twitter.com/7ywOC0GKii
— Narendra Modi (@narendramodi) February 19, 2017
छत्रपती शिवाजी महाराज यांनी नेहमीच प्रजेच्या कल्याणाला सर्वोच्च प्राधान्य दिले. ते एक उत्तम प्रशासकीय कौशल्य लाभलेले आदर्श राज्यकर्ते होते.
— Narendra Modi (@narendramodi) February 19, 2017
शिवाजी महाराजांना अभिमान वाटेल असा भारत घडवण्यासाठी आम्ही अविरत प्रयत्नशील आहोत.
— Narendra Modi (@narendramodi) February 19, 2017
नुकतेच अरबी समुद्रात उभारल्या जाणाऱ्या भव्य शिवस्मारकचे जल-भूमिपूजन कार्यक्रमाला उपस्थित राहण्याचे भाग्य लाभले. हा दिवस सदैव स्मरणात राहील.
— Narendra Modi (@narendramodi) February 19, 2017