પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી છત્રપતિ શિવાજીને તેમની જન્મ જયંતિ પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “મહાન છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મ જયંતિ પ્રસંગે હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. છત્રપતિ શિવાજીની બહાદુરી સુપ્રસિદ્ધ છે. તેમના અખૂટ સાહસ અને યુદ્ધ માટેના જુસ્સાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.”
તેમણે જણાવ્યું કે “છત્રપતિ શિવાજીને સુશાસનના મશાલચી અને કુશળ વહીવટકર્તા તરીકે યાદ કરાય છે. તેઓ આપણા સહુને માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.”
UM/J.Khunt
Tributes to Chhatrapati Shivaji. pic.twitter.com/h8QDg8G8ba
— Narendra Modi (@narendramodi) February 19, 2016