Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રની શરૂઆત કરવાનાં કાર્યક્રમને સંબોધન કર્યુ

પ્રધાનમંત્રીએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રની શરૂઆત કરવાનાં કાર્યક્રમને સંબોધન કર્યુ

પ્રધાનમંત્રીએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રની શરૂઆત કરવાનાં કાર્યક્રમને સંબોધન કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચોથા ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રનો શુભારંભ કરવાનાં પ્રસંગે હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, “ઇન્ડસ્ટ્રી 4.0” ખરેખર મનુષ્યનાં જીવનનાં વર્તમાન અને ભવિષ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, સાન ફ્રાન્સિસ્કો, ટોક્યો અને બીજિંગ પછી દુનિયામાં શરૂ થયેલા આ ચોથું કેન્દ્ર ભવિષ્યની પ્રચૂર સંભવિતતાઓ માટે દરવાજાં ખોલે છે.

તેમણે કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, બ્લોકચેઇન અને બિગ ડેટા સહિત વિકસતાં ક્ષેત્રો ભારતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે તથા ભારતીયોની નાગરિકોનાં જીવનની ગુણવત્તા સુધારી શકે છે. તેમણે કહ્યું હતું કે, ભારત માટે આ ઔદ્યોગિક પરિવર્તનની સાથે સામાજિક પરિવર્તન પણ છે. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી 4.0 ભારતમાં સકારાત્મક ફેરફારો લાવવાની ક્ષમતા ધરાવે છે, જેમાં પરત ફરવાનો કોઈ અવકાશ નથી. તેમણે ઉમેર્યું હતું કે, આ ભારતમાં જરૂરી ઝડપ લાવવામાં અને કામગીરીને સ્કેલ પર પહોંચાડવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી કેવી રીતે ભારતમાં ગામડે-ગામડે ડેટા નેટવર્ક પહોંચી ગયું છે. તેમણે સમજાવ્યું હતું કે, ટેલિ-ડેન્સિટી, ઇન્ટરનેટ કવરેજ અને મોબાઇલ ઇન્ટરનેટ સબસ્ક્રિપ્શનમાં કેવી રીતે છેલ્લાં થોડાં વર્ષોમાં વધારો થયો છે. તેમણે ભારતમાં કોમન સર્વિસ સેન્ટર્સની ઝડપથી વધતી સંખ્યા પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું. ભારત દુનિયામાં સૌથ વધુ મોબાઇલ ડેટા વપરાશ ધરાવે છે તેમજ સૌથી ઓછી કિંમતે ડેટા ઉપલબ્ધ કરાવતો દેશ પણ છે. આ સંદર્ભમાં તેમણે ભારતનાં ડિજિટલ માળખા અને આધાર, યુપીઆઈ, ઇ-એનએએમ અને જીઇએમ સહિત એનાં વિવિધ માધ્યમો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, થોડાં મહિના અગાઉ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સંશોધન માટે મજબૂત માળખાનું સર્જન કરવા માટે રાષ્ટ્રીય વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતું કે, આ નવું કેન્દ્ર એ પ્રક્રિયાને મજબૂત કરશે. તેમણે કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી 4.0 અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વિસ્તરણ હેલ્થકેરની શ્રેષ્ઠ સુવિધાઓ તરફ દોરી જશે અને સ્વાસ્થ્ય પર ખર્ચમાં ઘટાડો કરશે. તેમણે જણાવ્યું હતું કે, એનાથી ખેડૂતોને મદદ પણ મળશે અને કૃષિ ક્ષેત્ર વધારે અસરકારક બનશે. તેમણે પરિવહન અને સ્માર્ટ મોબિલિટી જેવા અન્ય ક્ષેત્રોને ઉલ્લેખ પણ કર્યો હતો, જેમાં આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં કામમાં પ્રગતિ થવાની સાથે આ ક્ષેત્રોમાં લક્ષ્યાંક “ભારત માટે સમાધાન, દુનિયા માટે સમાધાન” છે.

પ્રધાનમંત્રીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો લાભ લેવા સક્ષમ બનશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત એમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન પણ કરશે. તેમણે કહ્યુ હતું કે, સ્કિલ ઇન્ડિયા મિશન, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને અટલ ઇન્નોવેશન મિશન સહિત સરકારી પહેલો નવી અને વિકસતી ટેકનોલોજીઓ માટે આપણાં યુવાનો માટે તૈયાર કરવામાં આવી છે.

****

RP