Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચેનાઈ-નશરી ટનલ દેશને અર્પણ કરી; ઉધમપુરમાં જનસભાને સંબોધી

પ્રધાનમંત્રીએ ચેનાઈ-નશરી ટનલ દેશને અર્પણ કરી; ઉધમપુરમાં જનસભાને સંબોધી

પ્રધાનમંત્રીએ ચેનાઈ-નશરી ટનલ દેશને અર્પણ કરી; ઉધમપુરમાં જનસભાને સંબોધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં ભારતની સૌથી મોટી રોડ ટનલ 9 કિલોમીટર લાંબી ચેનાઈ-નશરી ટનલ દેશને સમર્પિત કરી હતી.

પ્રધાનમંત્રીએ આખી ટનલનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેમને ટનલની મુખ્ય ખાસિયતો અંગે જાણકારી આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ ઉધમપુરમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ટનલ વૈશ્વિક કક્ષાની છે અને શ્રેષ્ઠ ધારાધોરણોને જાળવે છે. તેમણે જણાવ્યું હતું કે, ટનલ પર્યાવરણને અનુકૂળ છે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું હતું કે, જ્યારે કેટલાક ગેરમાર્ગે દોરાયેલા યુવાનો પત્થરમારો કરી રહ્યા હતા, ત્યારે કાશ્મીરના બીજા યુવાનો આ જ પત્થરોમાંથી માળખાગત સુવિધાનું નિર્માણ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ટનલથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે, જે આર્થિક વૃદ્ધિ લાવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હિંસા અને આતંકવાદથી ક્યારેય કોઈને ફાયદો થતો નથી. તેમણે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, રાજ્ય માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા પેકેજ પર કામગીરી શરૂ થઈ ગઈ છે.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના વિઝન અને કામને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો એકમાત્ર મંત્ર વિકાસનો છે અને જનતાની ભાગીદારી સાથે જ આ લક્ષ્યાંક હાંસલ થઈ શકશે.

AP/J.Khunt/TR/GP