પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રામીણ વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ સમક્ષ નીતિ આયોગ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય) અને દીનદયાળ અંત્યોદય યોજના (ડીએવાઈ)ની પ્રગતિ પર એક રજૂઆત કરાઈ.
નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન દરેક દિવસે લગભગ 91 કિલોમીટર લાંબી ગ્રામીણ સડકનું નિર્માણ કરાયું છે. આ રીતે કુલ મળીને 30,500 કિ.મી. લાંબી ગ્રામીણ સડકનું નિર્માણ થયું છે. આના પરિણામ સ્વરૂપ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 6500 વસવાટોને જોડવામાં આવ્યા છે.
આ દરમિયાન પ્રધાનમંત્રીને ગ્રામીણ સડકોના નિર્માણ કાર્યમાં વધુ ઝડપ લાવવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં અપનાવાઈ રહેલા અભિનવ સર્વોત્તમ પદ્ધતિઓના ઉપયોગની બાબતમાં માહિતી આપવામાં આવી હતી. નિયોજન અને દેખરેખ માટે જીઆઈએસ તેમજ અંતરિક્ષ સંબંધી ચિત્રોનો ઉપયોગ, વિભિન્ન સ્તરોની સંખ્યા લઘુત્તમ કરીને ભંડોળનો કારગર પ્રવાહ સુનિશ્ચિત કરવો અને ‘મારી સડક’ નામક એપ દ્વારા નાગરિકોની ફરિયાદોનું નિવારણ, આ અભિનવ સર્વોત્તમ પદ્ધતિઓનો સમાવેશ છે.
પ્રધાનમંત્રીએ સંબંધિત અધિકારીઓને આ યોજના અંતર્ગત બનાવાઈ રહેલી સડકોની ગુણવત્તા સંબંધી સખત મોનીટરીંગ કરવા માટે એક પ્રભાવશાળી તંત્ર સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે સામગ્રીની ખરીદી, નિર્માણ અને સાર-સંભાળ જેવા પગલાઓની ગુણવત્તાની દેખરેખની વ્યવસ્થા કરાવી જોઈએ.
દીનદયાળ અંત્યોદય યોજનાનું લક્ષ્ય ટકાઉ આજીવિકા દ્વારા ગરીબી નાબૂદી સુનિશ્ચિત કરવાનું છે. પ્રધાનમંત્રીએ એ પણ જાણકારી આપી કે અત્યાર સુધી 3 કરોડ પરિવારોને સ્વયં સહાયતા સમૂહો (એસએચજી) સાથે જોડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ‘આધાર’ દ્વારા એચએસજીને અપાઈ રહેલી લોન પર યોગ્ય રીતે મોનીટરીંગ કરવા કહ્યું. તેમણે ખાસ ભાર આપતા જણાવ્યું કે આ યોજનાને સફળ બનાવવા માટે લક્ષિત લાભાર્થીઓ સુધી લોનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવી જોઈએ.
AP/J.Khunt/GP