Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુવાહાટીમાં ઉચ્ચ-સ્તરીય બેઠકોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરીઃ રૂ. 2000 કરોડની સહાયની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર-પૂર્વના પૂરગ્રસ્ત રાજ્યોમાં આજે રાહત, પુનર્વસન, પુનર્નિર્માણ અને પૂર રાહત માટેના પગલાં લેવા રૂ. 2000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ જાહેરાત ઉચ્ચ સ્તરીય બેઠકોમાં થઈ હતી, જેમાં પ્રધાનમંત્રીએ રાજ્યમાં પૂરની સ્થિતિ અને રાહતના પગલાંની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીએ દિવસના અંતે અલગથી આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડના રાજ્યોમાં સ્થિતિ પર વિસ્તૃત સમીક્ષા બેઠકો યોજી હતી. સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ બેઠકોમાં હાજરી આપી હતી. મિઝોરમના મુખ્યમંત્રી પાસેથી મેમોરેન્ડમ મળ્યું હતું, જેઓ વ્યક્તિગત રીતે હાજર રહી શક્યા નહોતા.

કેન્દ્ર સરકાર માળખાગત ક્ષેત્ર માટે જ રૂ. 1,200 કરોડ આપશે. ફંડનો ઉપયોગ માર્ગ, રાજમાર્ગ, પુલો અને અન્ય નુકસાનગ્રસ્ત માળખાના રિપેરિંગ, જાળવણી અને તેને મજબૂત કરવા માટે થશે.

બ્રહ્મપુત્રા નદીની પાણી જાળવવાની ક્ષમતા માટે રૂ. 400 કરોડ પ્રદાન કરવામાં આવશે, જે પૂર નિયંત્રણમાં મદદરૂપ થશે.

ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે એસડીઆરએફના કેન્દ્રીય હિસ્સા તરીકે રૂ. 600 કરોડ મંજૂર કર્યા છે. તેમાંથી રૂ. 345 કરોડ રીલિઝ કરવામાં આવ્યા છે અને બાકીની રકમ રાહત અને પુનર્વસન કાર્યમાં રાજ્યોને મદદ કરવા તાત્કાલિક આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર વિસ્તારમાં વારંવાર આવતા પૂરની સમસ્યાનું લાંબા ગાળાનું સમાધાન શોધવા પ્રયાસોનો સમન્વય કરવા રૂ. 100 કરોડ ફાળવશે.

ઉત્તર-પૂર્વ વિસ્તાર ભારતના કુલ જમીન વિસ્તારનો આઠ ટકા ધરાવે છે, જે દેશના 33 ટકા જળ સંસાધનો ધરાવે છે. કેન્દ્ર સરકાર ઉચ્ચ સ્તરીય સમિતિ રચશે, જેમાં ભારત સરકારના મંત્રાલયો અને રાજ્યોનું પ્રતિનિધિત્વ કરશે, જેનો ઉદ્દેશ પ્રદેશના વિસ્તૃત જળ સંસાધનોનું યોગ્ય મેનેજમેન્ટ કરવાનો હશે.

પૂરમાં મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાય અને ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિને રૂ. 50,000/ની સહાયને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) હેઠળ મંજૂર કરવામાં આવી છે.

****

AP/TR