Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ ગુજરાતનાં નવસારી જિલ્લાનાં દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.

આ સ્થળે તેમણે મહાત્મા ગાંધી અને 80 સત્યાગ્રહીઓની પ્રતિમાઓનું લોકાર્પણ પણ કર્યું હતું, જેમણે વર્ષ 1930માં ઐતિહાસિક દાંડી કૂચ કરી હતી અને બ્રિટિશ સરકારે મીઠા પર લગાવેલા કરવેરાનાં કાયદાનો વિરોધ કરીને દરિયામાંથી મીઠું ઉપાડીને સવિનય કાનૂનભંગ કર્યો હતો. આ સ્મારકમાં વર્ષ 1930ની ઐતિહાસિક દાંડી કૂચ સાથે સંબંધિત વિવિધ પ્રસંગો અને કથાઓ જણાવતાં 24 તૈલીચિત્રો પણ છે. સ્મારક સંકુલની ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સોલર ટ્રી સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ સ્મારકની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત કરીને સ્મારક માટે કામ કરનાર દરેકને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ સ્મારક આપણે સ્વતંત્રતા માટે લડનાર આપણાં દેશનાં લોકોનાં મહાન ત્યાગ અને બલિદાનની યાદ અપાવે છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, દાંડી સ્મારક મહાત્મા ગાંધીનાં આદર્શોનું પ્રતીક છે – સ્વદેશી માટે આગ્રહ, સ્વચ્છાગ્રહ અને સત્યાગ્રહ. આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે આ મોટું આકર્ષણ બની રહેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ગાંધીજીનાં વારસાને આગળ વધારવાનાં પ્રયાસ સ્વરૂપે અમારી સરકારે ખાદી સાથે સંબંધિત આશરે 2000 સંસ્થાઓને આધુનિક બનાવી છે. એનાથી લાખો કારીગરો અને કામદારોને ફાયદો થયો છે. અત્યારે ખાદી ફેશન સ્ટેટમેન્ટ હોવાથી સાથે મહિલા સશક્તિકરણનું પ્રતીક પણ છે, જે રીતે સ્વતંત્રતા સંગ્રામમાં સ્વદેશીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, એ જ રીતે હેન્ડલૂમ આગામી દિવસોમાં ગરીબી દૂર કરવાનું માધ્યમ બનશે. સરકારે દર વર્ષે 7 ઓગસ્ટને હેન્ડલૂમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ હેન્ડલૂમને પ્રોત્સાહન આપવાનો છે”

સ્વચ્છતા માટે ગાંધીજીનાં આગ્રહનું મહત્વ સમજાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે સ્વચ્છ ભારત માટે એ મૂલ્યોને ચરિતાર્થ કર્યા છે. સ્વચ્છ ભારત અભિયાનની અસર એ છે કે ગ્રામીણ ભારતમાં સ્વચ્છતા વર્ષ 2014માં 38 ટકા હતી, જે એનડીએ સરકાર સત્તામાં આવ્યાં પછી 98 ટકા થઈ છે.

સ્વચ્છ રાંધણ ગેસથી વીજળી અને હેલ્થકેરથી નાણાકીય સેવાઓ સુધીની મૂળભૂત સુવિધાઓ ગામડાઓમાં લાવવાનાં પોતાનાં પ્રયાસો વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ અમારા અભિયાનને સુસંગત છે અને ‘ગ્રામઉદય’થી ‘ભારતઉદય’નાં વિચારને અનુરૂપ છે.

ગુજરાતની એક દિવસની મુલાકાતમાં પ્રધાનમંત્રીએ આજે સુરત એરપોર્ટનાં ટર્મિનલ ભવનનાં વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો અને સુરતમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સુરતમાં અત્યાધુનિક રસીલાબેન સેવંતીલાલ વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ સુરતમાં ન્યૂ ઇન્ડિયા યૂથ કોન્ક્લેવને સંબોધન પણ કર્યું હતું.

RP