Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુકેશ ડીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુકેશ ડીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના પરાક્રમને ઐતિહાસિક અને અનુકરણીય ગણાવ્યું.

X પર ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનના હેન્ડલની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:

ઐતિહાસિક અને અનુકરણીય!

ગુકેશ ડીને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન. આ તેમની અપ્રતિમ પ્રતિભા, પરિશ્રમ અને અતૂટ સંકલ્પનું પરિણામ છે.

તેમની જીતે માત્ર ચેસના ઈતિહાસમાં તેમનું નામ અંકિત કર્યું નથી પરંતુ લાખો યુવા દિમાગને મોટા સપના જોવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા છે.

તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ. @DGukesh”

AP/IG/GP/JD