પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના શુભ અવસર પર ગબ્બર તીર્થલ ખાતે મહા આરતીમાં હાજરી આપી હતી. શ્રી મોદીએ અંબાજી મંદિરમાં પણ દર્શન અને પૂજા કરી હતી, જે ગુજરાતની 51 શક્તિપીઠોમાંથી એક છે જે ગબ્બર તીર્થલની નજીક સ્થિત છે. મંદિરના આચાર્યો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી અને લેસર લાઇટની મદદથી માઉન્ટ આબુ પર્વતમાળાની ટેકરીઓ પર મા દુર્ગાની વિશાળ તસવીર પ્રક્ષેપિત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સુવિધાઓ સુધારવા માટે મંદિરના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ મા દુર્ગાની પ્રાર્થના કર્યા પછી તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસનું સમાપન કર્યું.
પ્રધાનમંત્રીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સહિત અન્ય લોકો પણ હતા.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com