Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ક્ષય રોગ સામેની લડાઈને મજબૂત બનાવવા માટે પાયાના સ્તરે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના ક્ષય રોગ નાબૂદ કરવાના મહત્વાકાંક્ષી મિશનમાં યોગદાન આપનારા દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમણે સ્વસ્થ અને ટીબી મુક્ત ભારત માટે માર્ગ મોકળો કરી રહેલા પાયાના સ્તરે થઇ રહેલા પ્રયાસોની વધતી ગતિ પર ભાર મૂક્યો.

કેન્દ્રીય મંત્રી શ્રી જેપી નડ્ડાના X પરના એક પોસ્ટના જવાબમાં, તેમણે લખ્યું:

“હું તે બધા લોકોની પ્રશંસા કરું છું જેઓ ટીબી સામેની લડાઈને મજબૂત બનાવી રહ્યા છે અને #TBMuktBharatમાં યોગદાન આપી રહ્યા છે. તે નોંધપાત્ર છે કે આ પ્રયાસ પાયાના સ્તરે કેવી રીતે ગતિ પકડી રહ્યો છે, જેનાથી સ્વસ્થ ભારત સુનિશ્ચિત થઈ રહ્યું છે.”

AP/IJ/GP/JD