Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞા લેવડાવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસનાં પ્રસંગે કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમણે સમગ્ર દેશમાંથી આવેલી વિવિધ પોલીસ ટુકડીઓ દ્વારા પ્રસ્તુત રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું.

વર્ષ 2014થી અત્યાર સુધી 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં દેશભરમાંથી રન ફોર યુનિટીમાં સમાજનાં તમામ વર્ગનાં લોકો ભાગ લે છે.

તમામ રાજ્યો અને ગુજરાત સ્ટેટ કેટેડ કોર્પ્સમાંથી ધ્વજવાહકોએ પ્રધાનમંત્રી મોદી સમક્ષ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ પર ડ્રિલ પ્રસ્તુત કરી હતી. એનએસજી (રાષ્ટ્રીય સુરક્ષા દળ), સીઆઇએસએફ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ), એનડીઆરએફ (રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ), સીઆરપીએફ (કેન્દ્રીય અનામત પોલીસ દળ), ગુજરાત પોલીસ અને જમ્મુ અને કાશ્મીરની પોલીસ સહિત વિવિધ પોલીસ ટુકડીઓએ પ્રધાનમંત્રી સમક્ષ તેમની ટુકડીઓનું વિભિન્ન પ્રદર્શન પ્રસ્તુત કર્યું હતું.

ત્યાર બાદ પ્રધાનમંત્રીએ કેવડિયામાં ટેકનોલોજી પ્રદર્શન સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ઉડ્ડયન સુરક્ષા, પોલીસ દળોનાં આધુનિકીકરણ વગેરે વિષયો પર આધારિત આધુનિક ટેકનોલોજી દર્શાવતી પોલીસ ટુકડીઓનાં સ્ટૉલની મુલાકાત લીધી હતી.

DK/NP/DS/RP