Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેદારનાથની મુલાકાત લીધી, માળખાગત પરિયોજનાઓનું ભૂમિપૂજન કર્યું

પ્રધાનમંત્રીએ કેદારનાથની મુલાકાત લીધી, માળખાગત પરિયોજનાઓનું ભૂમિપૂજન કર્યું

પ્રધાનમંત્રીએ કેદારનાથની મુલાકાત લીધી, માળખાગત પરિયોજનાઓનું ભૂમિપૂજન કર્યું

પ્રધાનમંત્રીએ કેદારનાથની મુલાકાત લીધી, માળખાગત પરિયોજનાઓનું ભૂમિપૂજન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથની મુલાકાત લીધી હતી. એમણે કેદારનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરી હતી તથા પાંચ માળખાગત અને વિકાસલક્ષી યોજનાઓ માટે ભૂમિપૂજન કર્યું હતું. તેમાં મંદાકિની નદી પર દિવાલને જાળવવા અને ઘાટ વિકસાવવાનું કામ; સરસ્વતી નદી પર દિવાલને જાળવવા અને ઘાટ વિકસાવવાનું કામ; કેદારનાથ મંદિર તરફનાં મુખ્ય રોડનું નિર્માણ; શંકરાચાર્ય કુટિરનો વિકાસ અને શંકરાચાર્ય સંગ્રહાલય; તથા કેદારનાથનાં પુરોહિતો માટે મકાનોનું નિર્માણ સામેલ છે. પ્રધાનમંત્રીને કેદારપુરી પુનઃનિર્માણ પ્રોજેક્ટ પર ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી.

અહીં પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, તેઓ દિવાળી પછી બીજા દિવસે કેદારનાથમાં આવીને આનંદિત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે નૂતન વર્ષનાં પ્રારંભની ઉજવણી થઈ રહી છે. એમણે સમગ્ર વિશ્વમાં વસતાં દરેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

જનસેવા એ જ પ્રભુસેવાનાં આદર્શનાં ગુણગાન ગાતાં પ્રધાનમંત્રીએ વર્ષ 2022માં દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સંપૂર્ણપણે સાકાર કરવા પોતાની જાતને સમર્પિત કરવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી. વર્ષ 2013માં કેદારનાથમાં આવેલી કુદરતી આપત્તિને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે તેઓએ પીડિતો માટે શક્ય તમામ સહાય કરી હતી અને પુનઃર્નિર્માણનાં પ્રયાસ માટે ગુજરાત રાજ્યમાંથી સાથ-સહકારની ઓફર કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેદારનાથમાં થયેલી કામગીરી મારફતે કોઈ પણ વ્યક્તિને જોવા મળશે કે આદર્શ યાત્રાધામ કેવું હોવું જોઈએ, ખાસ કરીને યાત્રાળુઓ માટે સુવિધા અને પુરોહિતોનાં કલ્યાણની દ્રષ્ટિએ. એમણે જણાવ્યું હતું કે, કેદારનાથમાં વિકસી રહેલી માળખાગત સુવિધાઓ ઉચ્ચ ગુણવત્તાની હશે. એમણે ઉમેર્યું હતું કે, તે આધુનિક હશે, પણ પરંપરાગત સિદ્ધાંતોને પણ જાળવવામાં આવશે અને પર્યાવરણને નુકસાન ન થાય તેની કાળજી રાખવામાં આવશે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હિમાલય આધ્યાત્મિકતા, સાહસ અને પ્રવાસન માટે ઘણું બધું પ્રદાન કરે છે. વળી હિમાલયની પર્વતમાળાઓ પ્રકૃતિપ્રેમીઓ માટે છે. એમણે દરેકને હિમાલયમાં આવવા અને અહીં તમામ પ્રકારનો અનુભવ માણવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ઉત્તરાખંડનાં રાજ્યપાલ ડો. કે કે પૉલ અને રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત ઉપસ્થિત રહ્યાં હતાં.