Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કૃષિ ઉન્નતિ મેળામાં કહ્યું – આવો આપણે 2020 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનો સંકલ્પ લઈએ

પ્રધાનમંત્રીએ કૃષિ ઉન્નતિ મેળામાં કહ્યું – આવો આપણે 2020 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનો સંકલ્પ લઈએ

પ્રધાનમંત્રીએ કૃષિ ઉન્નતિ મેળામાં કહ્યું – આવો આપણે 2020 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનો સંકલ્પ લઈએ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (19-3-2016) ખેડૂતો, રાજ્યો અને કેન્દ્ર સરકાર સહિત બધા હિતધારકોને 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ લેવા માટે આહ્વાન કર્યું.

આજે નવી દિલ્હીમાં આયોજિત કૃષિ ઉન્નતિ મેળામાં ભારતીય કૃષિ માટે ખેડૂતોની સાથે પોતાના વિઝન રજૂ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કાર્ય પડકારરૂપ હોઈ શકે છે, પરંતુ આમાં કોઈ શંકા નથી કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવું ઘણું મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કૃષિ ઉન્નતિ મેળો એક એવું મંચ છે, જે ભારતના ભાગ્યને ફરી વખત લખી શકે છે. તેમણે કહ્યું કે ભારતના ભવિષ્યનું નિર્માણ કૃષિ વિકાસ, ભારતના ખેડૂતો અને ગામડાની સમૃદ્ધિના પાયા પર થઈ શકે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે હાલમાં જ પ્રસ્તુત કેન્દ્રીય બજેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેનો આ ક્ષેત્રો પર દૂરોગામી પ્રભાવ પડશે. શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારતીય કૃષિમાં આગળની ક્રાંતિ પ્રૌદ્યોગિકી અને આધુનિકીકરણનો ઉપયોગ કરીને લાવવી પડશે અને ભારતના પૂર્વી વિસ્તારોમાં તે મેળવવાની વધુ સંભાવના છે. તેમણે કહ્યું કે સરકાર આ લક્ષ્યની દિશામાં કાર્ય કરી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેવી રીતે ઈનપુટ ખર્ચ ઘટાડીને ખેડૂતોની આવક વધારી શકાય છે. તેમણે કહ્યું કે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ઈનપુટ ખર્ચ ઘટાડવાની દિશામાં ઘણું મહત્વપૂર્ણ પગલું છે.

પ્રધાનમંત્રીએ ખેતીની ગતિવિધિઓની વિવિધતાના માધ્યમથી ખેડૂતોની આવક વધારવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે પાકને ઉગાડવાની સાથે-સાથે ખેડૂતો પોતાના ખેતરોના કિનારે ઈમારતી લાકડાના ઝાડ લગાવવાનો વિકલ્પ પણ વિચારી શકે છે અને પશુપાલનનું કાર્ય પણ શરૂ કરી શકે છે. તેમણે કહ્યું કે કૃષિ ગતિવિધિઓમાં વિવિધતાથી કૃષિની સાથે જોડાયેલ જોખમો પણ ઓછા થઈ શકે છે.

પ્રધાનમંત્રીએ ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના’ના લાભોની બાબતમાં પ્રકાશ પાડતા કહ્યું કે આ યોજના માટે વ્યાપક વિચાર-વિમર્શ કરાયા છે. તેમણે કહ્યું કે આ યોજનાની વિશેષતા છે ‘ન્યૂનત્તમ પ્રિમિયમ દ્વારા અધિકતમ સુરક્ષા’.

આ પહેલા પ્રધાનમંત્રીએ પ્રદર્શનની મુલાકાત કરી અને તેમણે વિભિન્ન સંસ્થાઓ અને કૃષિ ઉદ્યમીઓ દ્વારા અપનાવાઈ રહેલી શ્રેષ્ઠ પ્રક્રિયાઓ તથા તકનિકીઓ, નવિનત્તમ કૃષિ ઉપકરણો અને દૂધાળા ઢોરની બાબતમાં વિસ્તૃત જાણકારી અપાઈ.

પ્રધાનમંત્રીએ 2014-15 માટે રાજ્યો અને ખેડૂતોના કૃષિ કર્મણ પુરસ્કાર પ્રદાન કર્યા. તેમણે ખેડૂતો માટે ‘ખેડૂત સુવિધા’ મોબાઈલ એપ્લીકેશનનો પણ શુભારંભ કર્યો. જે ખેડૂતોને હવામાન, બજાર મૂલ્ય, બીજ, ખાતર, જંતુનાશક અને કૃષિ મશીનરી જેવા વિષયો પર પણ જાણકારી ઉપલબ્ધ કરાવશે.

AP/J.Khunt/GP