Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કિગલી સમજૂતીનું સ્વાગત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિગલી, રવાંડામાં કિગલી સમજૂતી પર ભારત સહિત 197 દેશો દ્વારા હસ્તાંક્ષર કરાયા, તેનું સ્વાગત કર્યું છે. તેનાથી જળવાયુ પરિવર્તન માટે જવાબદાર હાઈડ્રોફ્લોરોકાર્બન (એચએફસી)નો ઉપયોગ રોકવાનું લક્ષ્ય પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશામાં કહ્યું કે, “મોન્ટ્રીયલ“ પ્રોટોકોલની કિગલી સમજૂતી તેના અંતિમ તબક્કે પહોંચી તે ઐતિહાસિક અવસર છે. તેનાથી ગ્રહ પર દુરોગામી પ્રભાવ પડશે.

આ સમજૂતીથી શતાબ્દિના અંત સુધીમાં વિશ્વના તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો આવશે અને આપણે પેરિસમાં નક્કી કરાયેલા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીશું.

ભારતની સાથોસાથ અન્ય દેશો દ્વારા દર્શાવાયેલા અભિગમ અને સહયોગ, આ ઉચિત, સામ્ય તથા મહત્વકાંક્ષી એચએફસી સમજૂતીને સંપન્ન કરવા માટે મદદરૂપ થયા છે. તેનાથી ભારતને નિમ્ન કાર્બન ઉત્સર્જનની પ્રવિધિ તેમજ પ્રૌદ્યોગિકીઓ વિકસિત કરવાની મિકેનીઝમ ઉપલબ્ધ બનશે.

હું બધા દેશોને આ નાજુક મુદ્દે એક સાથે જોડાવા બદલ શુભેચ્છા પાઠવું છું, જે હરિયાળી પૃથ્વીના સર્જનમાં મદદગાર થશે.”

J.Khunt/GP