પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લક્ષદ્વીપના કાવારત્તીમાં રૂ. 1150 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં ટેકનોલોજી, ઉર્જા, જળ સંસાધનો, આરોગ્યસંભાળ અને શિક્ષણ સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રીએ લેપટોપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપ્યા અને બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને સાયકલ આપી. તેમણે ખેડૂત અને માછીમાર લાભાર્થીઓને પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા.
સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે લક્ષદ્વીપની સુંદરતા શબ્દોની બહાર છે અને નાગરિકોને મળવા માટે અગાટી, બાંગારામ અને કાવારત્તીની મુલાકાત લેવાનો ઉલ્લેખ કર્યો. “લક્ષદ્વીપનો ભૌગોલિક વિસ્તાર નાનો હોવા છતાં, લોકોના હૃદય સમુદ્ર જેવા ઊંડા છે”,એમ અભિભૂત પ્રધાનમંત્રીએ તેમની હાજરી માટે તેમનો આભાર માનતા કહ્યું.
પ્રધાનમંત્રીએ દૂરના, સરહદી અથવા દરિયાકાંઠાના અને ટાપુ વિસ્તારોની લાંબી અવગણનાનો સંકેત આપ્યો. “અમારી સરકારે આવા ક્ષેત્રોને અમારી પ્રાથમિકતા બનાવી છે”, એમ તેમણે કહ્યું. તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, પાણી, આરોગ્ય અને બાળ સંભાળને લગતા પ્રોજેક્ટ માટે વિસ્તારના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપના વિકાસ તરફ સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો અને પીએમ આવાસ યોજના (ગ્રામીણ)ની સંતૃપ્તિ હાંસલ કરવા, દરેક લાભાર્થીને મફત રાશન ઉપલબ્ધ કરાવવા, પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને આયુષ્માન કાર્ડ્સનું વિતરણ અને આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર વિકાસની માહિતી આપી. પીએમ મોદીએ કહ્યું, “કેન્દ્ર સરકાર તમામ સરકારી યોજનાઓને દરેક લાભાર્થી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.” ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓને નાણાંનું વિતરણ કરતી વખતે પ્રાપ્ત થયેલી પારદર્શિતાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેનાથી ભ્રષ્ટાચારને ઘણી હદ સુધી કાબૂમાં લેવામાં આવ્યો છે. તેમણે લક્ષદ્વીપના લોકોને ખાતરી આપી હતી કે જેમણે તેમના અધિકારો છીનવવાનો પ્રયાસ કર્યો છે તેમને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં.
પ્રધાનમંત્રીએ 1000 દિવસમાં ઝડપી ઇન્ટરનેટ સુનિશ્ચિત કરવા વિશે 2020 માં તેમના દ્વારા આપવામાં આવેલી ગેરંટી યાદ કરી. કોચી-લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન (KLI – SOFC) પ્રોજેક્ટ આજે લોકોને સમર્પિત કરવામાં આવ્યો છે અને તે લક્ષદ્વીપના લોકો માટે 100 ગણો ઝડપી ઈન્ટરનેટ સુનિશ્ચિત કરશે. આનાથી સરકારી સેવાઓ, તબીબી સારવાર, શિક્ષણ અને ડિજિટલ બેંકિંગ જેવી સુવિધાઓમાં સુધારો થશે. લક્ષદ્વીપને લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસાવવાની સંભાવનાને આનાથી બળ મળશે, એમ તેમણે ઉમેર્યું હતું. કદમત ખાતે લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન (LTTD) પ્લાન્ટનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે લક્ષદ્વીપમાં દરેક ઘરમાં પાઈપથી પાણી પહોંચાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ લક્ષદ્વીપમાં તેમના આગમન પછી જાણીતા ઇકોલોજિસ્ટ શ્રી અલી માનિકફાન સાથેની તેમની વાતચીત વિશે વાત કરી અને લક્ષદ્વીપ દ્વીપસમૂહના સંરક્ષણ તરફના તેમના સંશોધન અને નવીનતા પર પ્રકાશ પાડ્યો. તેમણે વર્ષ 2021માં શ્રી અલી માનિકફાનને પદ્મશ્રીથી નવાજવા બદલ વર્તમાન સરકાર પ્રત્યે ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર લક્ષદ્વીપના યુવાનો માટે નવીનતા અને શિક્ષણનો માર્ગ મોકળો કરી રહી છે જે બાબતે તેમણે લેપટોપ અને આજે વિદ્યાર્થીઓને સાયકલ આપવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અગાઉના વર્ષોમાં લક્ષદ્વીપમાં કોઈપણ ટોચની શિક્ષણ સંસ્થાની ગેરહાજરી તરફ ધ્યાન દોર્યું હતું જેના કારણે યુવાનોએ ટાપુઓમાંથી હિજરત કરી હતી. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ખોલવાની દિશામાં લેવાયેલા પગલાં વિશે માહિતી આપતાં શ્રી મોદીએ એન્ડ્રોટ અને કદમત ટાપુઓમાં કલા અને વિજ્ઞાન માટેની શૈક્ષણિક સંસ્થાઓ અને મિનિકોયમાં પોલિટેકનિક સંસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. “તે લક્ષદ્વીપના યુવાનોને ખૂબ જ લાભદાયી છે”, એમ તેમણે ઉમેર્યું.
પીએમ મોદીએ હજયાત્રીઓ માટે લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો જેનાથી લક્ષદ્વીપના લોકોને પણ ફાયદો થયો. તેમણે હજ વિઝા માટેની સરળતા અને વિઝા માટેની પ્રક્રિયાના ડિજિટલાઇઝેશન અને મહિલાઓને ‘મેહરમ’ વિના હજ પર જવાની પરવાનગીની નોંધ લીધી. આ પ્રયાસોને કારણે ઉમરાહ માટે જતા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક સીફૂડ માર્કેટમાં તેનો હિસ્સો વધારવા માટેના ભારતના પ્રયાસને પ્રકાશિત કર્યો, જેનાથી લક્ષદ્વીપને ફાયદો થયો કારણ કે સ્થાનિક ટુના માછલીની જાપાનમાં નિકાસ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ નિકાસ ગુણવત્તાની સ્થાનિક માછલીની શક્યતાઓ પર ભાર મૂક્યો હતો જે માછીમારોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તેમણે સીવીડ ખેતીની સંભવિતતાના સંશોધન વિશે પણ માહિતી આપી હતી. તેમણે વિસ્તારની નાજુક ઇકોલોજીના રક્ષણ પર ભાર મૂક્યો અને કહ્યું કે કાવરત્તી ખાતેનો સૌર ઊર્જા પ્લાન્ટ, જે લક્ષદ્વીપનો સૌપ્રથમ બેટરી-બેક્ડ સોલાર પાવર પ્રોજેક્ટ છે, તે આવી પહેલોનો એક ભાગ છે.
આઝાદી કા અમૃત કાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં લક્ષદ્વીપની ભૂમિકાને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ કેન્દ્રશાસિત પ્રદેશને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર સ્થાન આપવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે લક્ષદ્વીપને અહીં તાજેતરમાં પૂર્ણ થયેલી જી-20 બેઠકનો ઉલ્લેખ કરીને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. સ્વદેશ દર્શન યોજના હેઠળ, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે લક્ષદ્વીપ માટે ગંતવ્ય-વિશિષ્ટ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે લક્ષદ્વીપ બે વાદળી-ધ્વજવાળા બીચનું ઘર છે અને તેણે કદમત અને સુહેલી ટાપુઓ પર વોટર વિલા પ્રોજેક્ટના વિકાસનો ઉલ્લેખ કર્યો. “લક્ષદ્વીપ ક્રુઝ પર્યટન માટેનું મુખ્ય સ્થળ બની રહ્યું છે,” શ્રી મોદીએ જણાવ્યું કે પાંચ વર્ષ પહેલાની સરખામણીમાં પ્રવાસીઓનો ધસારો પાંચ ગણો વધ્યો છે. પીએમ મોદીએ ભારતના નાગરિકોને વિદેશની મુલાકાત લેવાનું નક્કી કરતા પહેલા દેશના ઓછામાં ઓછા પંદર સ્થળોની મુલાકાત લેવા તેમના સ્પષ્ટ આહવાનનો પુનરોચ્ચાર પણ કર્યો. તેમણે વિદેશી ભૂમિમાં ટાપુ દેશોની મુલાકાત લેવા માંગતા લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવા વિનંતી કરી. “એકવાર તમે લક્ષદ્વીપની સુંદરતાના સાક્ષી થશો, વિશ્વના અન્ય સ્થળો નિસ્તેજ દેખાશે”, એમ તેમણે ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપના લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર તેમના જીવનની સરળતા, મુસાફરીની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પગલાં લેવાનું ચાલુ રાખશે. “વિકસિત ભારતની રચનામાં લક્ષદ્વીપ મજબૂત ભૂમિકા ભજવશે”, એમ કહી પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.
આ પ્રસંગે લક્ષદ્વીપના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી પ્રફુલ્લ પટેલ અન્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
પરિવર્તનશીલ પગલામાં, પ્રધાનમંત્રીએ કોચી-લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન (KLI – SOFC) પ્રોજેક્ટ શરૂ કરીને લક્ષદ્વીપમાં ધીમી ઈન્ટરનેટ સ્પીડના પડકારને દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો જેની જાહેરાત 2020માં લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થઈ ગયો છે અને તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આનાથી ઇન્ટરનેટની સ્પીડ 100 ગણી (1.7 Gbps થી 200 Gbps સુધી) વધી જશે. આઝાદી બાદ પ્રથમ વખત લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા જોડવામાં આવશે. સમર્પિત સબમરીન OFC લક્ષદ્વીપ ટાપુઓમાં કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તનની ખાતરી કરશે, ઝડપી અને વધુ વિશ્વસનીય ઈન્ટરનેટ સેવાઓ, ટેલીમેડિસિન, ઈ-ગવર્નન્સ, શૈક્ષણિક પહેલ, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ કરન્સીનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેને સક્ષમ કરશે.
પ્રધાનમંત્રીએ કદમત ખાતે લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન (LTTD) પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. આનાથી દરરોજ 1.5 લાખ લીટર સ્વચ્છ પીવાના પાણીનું ઉત્પાદન થશે. પ્રધાનમંત્રીએ અગાટી અને મિનિકોય ટાપુઓના તમામ ઘરોમાં ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન્સ (FHTC) રાષ્ટ્રને પણ સમર્પિત કર્યું. લક્ષદ્વીપના ટાપુઓમાં પીવાલાયક પાણીની ઉપલબ્ધતા હંમેશા એક પડકાર હતી કારણ કે કોરલ ટાપુ હોવાને કારણે, તે ન્યૂનતમ ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ધરાવે છે. આ પીવાના પ્રોજેક્ટો ટાપુઓની પ્રવાસન ક્ષમતાને મજબૂત કરવામાં પણ મદદ કરશે, જેનાથી સ્થાનિક રોજગારીની તકો વધશે.
અન્ય પ્રોજેક્ટ જે રાષ્ટ્રને સમર્પિત છે તેમાં કાવારત્તી ખાતેનો સૌર ઉર્જા પ્લાન્ટનો સમાવેશ થાય છે, જે લક્ષદ્વીપનો પ્રથમ બેટરી સમર્થિત સૌર ઉર્જા પ્રોજેક્ટ છે. તે ડીઝલ આધારિત પાવર જનરેશન પ્લાન્ટ, નવા વહીવટી બ્લોક અને કાવરત્તી ખાતે ઈન્ડિયા રિઝર્વ બટાલિયન (IRBn) સંકુલમાં 80 મેન બેરેક પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રીએ કાલપેનીમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાના નવીનીકરણ અને એન્ડ્રોથ, ચેતલાટ, કદમત, અગાત્તી અને મિનિકોયના પાંચ ટાપુઓમાં પાંચ મોડેલ આંગણવાડી કેન્દ્રો (નંદ ઘરો)ના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.
Our Government stands committed to ensuring all-round progress of Lakshadweep. From Kavaratti, launching projects aimed at enhancing ‘Ease of Living.’ https://t.co/SnnhmPr0XH
— Narendra Modi (@narendramodi) January 3, 2024
Ensuring ‘Ease of Living’ for the people. pic.twitter.com/2hEt7ETWIP
— PMO India (@PMOIndia) January 3, 2024
Enabling seamless travel during Haj. pic.twitter.com/ZulE0FwXUQ
— PMO India (@PMOIndia) January 3, 2024
Today, India is focusing on increasing its share in the global seafood market. Lakshadweep is significantly benefitting from this. pic.twitter.com/UZvIKI16wU
— PMO India (@PMOIndia) January 3, 2024
Bringing Lakshadweep on global tourism map. pic.twitter.com/JC1PuUuqbN
— PMO India (@PMOIndia) January 3, 2024
*****
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Our Government stands committed to ensuring all-round progress of Lakshadweep. From Kavaratti, launching projects aimed at enhancing 'Ease of Living.' https://t.co/SnnhmPr0XH
— Narendra Modi (@narendramodi) January 3, 2024
Ensuring 'Ease of Living' for the people. pic.twitter.com/2hEt7ETWIP
— PMO India (@PMOIndia) January 3, 2024
Enabling seamless travel during Haj. pic.twitter.com/ZulE0FwXUQ
— PMO India (@PMOIndia) January 3, 2024
Today, India is focusing on increasing its share in the global seafood market. Lakshadweep is significantly benefitting from this. pic.twitter.com/UZvIKI16wU
— PMO India (@PMOIndia) January 3, 2024
Bringing Lakshadweep on global tourism map. pic.twitter.com/JC1PuUuqbN
— PMO India (@PMOIndia) January 3, 2024
I am grateful for the very special welcome in Kavaratti. pic.twitter.com/v8SnhVbb0Y
— Narendra Modi (@narendramodi) January 3, 2024
Those who ruled India for decades ignored remote areas, border areas, hill areas and our islands. The NDA Government has changed this approach. pic.twitter.com/wK1pqBcoHH
— Narendra Modi (@narendramodi) January 3, 2024
We will make Lakshadweep a hub for logistics. pic.twitter.com/Z8gDHcYmwb
— Narendra Modi (@narendramodi) January 3, 2024
Lakshadweep has a major role to play in fulfilling our dream of a Viksit Bharat. pic.twitter.com/4Fp8JDcZFT
— Narendra Modi (@narendramodi) January 3, 2024