Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાર્ડિયાક સર્જન ડૉ. કે.એમ. ચેરિયનના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રખ્યાત કાર્ડિયાક સર્જન ડૉ. કે.એમ. ચેરિયનના નિધન પર શોક વ્યક્ત કર્યો.

X પર પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું:

આપણા દેશના સૌથી પ્રતિષ્ઠિત ડોકટરોમાંના એક ડૉ. કે.એમ. ચેરિયનના નિધનથી દુઃખ થયું. કાર્ડિયોલોજીમાં તેમનું યોગદાન હંમેશા અમૂલ્ય રહેશે, તેમણે માત્ર ઘણા લોકોના જીવ બચાવ્યા જ નહીં પરંતુ ભવિષ્યના ડોકટરોને માર્ગદર્શન પણ આપ્યું. ટેકનોલોજી અને નવીનતા પર તેમનો ભાર હંમેશા અદભુત રહ્યો. આ દુઃખની ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને મિત્રો સાથે છે: PM @narendramodi”

AP/IJ/GP/JD