Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કલાઈનાર કરુણાનિધિનાં નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલાઈનાર કરુણાનિધિનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ પોતાનાં શોક સંદેશમાં કહ્યું હતું કે, “કલાઈનાર કરુણાનિધિનાં અવસાનથી મને બહુ દુઃખ થયું છે. તેઓ ભારતનાં સૌથી વધુ વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતાં. આપણે મોટો જનાધાર ધરાવતાં, ઊર્જાવંત વિચારક, નિપુણ લેખક તથા પોતાનું જીવન ગરીબો અને વંચિતોનાં કલ્યાણ માટે સમર્પિત કરનાર એક નિષ્ઠાવાન વ્યક્તિને ગુમાવી દીધા છે.
કરુણાનિધિ પ્રાદેશિક આકાંક્ષાઓની સાથે દેશની પ્રગતિ માટે હંમેશા તત્પર રહ્યાં હતાં. તેઓ તમિલ લોકોનાં કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહ્યાં અને હંમેશા પ્રયાસ કર્યો કે તમિલનાડુની ઇચ્છા-આકાંક્ષાઓને ગંભીરતાથી લેવામાં આવે.

મને ઘણાં પ્રસંગો પર કરુણાનિધિજી સાથે વાત કરવાની તક મળી હતી. તેમની રાજનીતિની સમજણ અને સમાજનાં કલ્યાણ સાથે જોડાયેલા કાર્યોને મહત્ત્વ આપવાની તેમની વિચારધારા બધાથી અલગ હતી. તેઓ લોકશાહીનાં સિદ્ધાંતો પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હતાં. તેમણે કટોકટીનો જબરદસ્ત વિરોધ કર્યો હતો અને આ માટે તેઓ હંમેશા યાદ રહેશે.

દુઃખની આ ઘડીએ મારી સંવેદનાઓ કરુણાનિધિના પરિવારજનો તથા તેમના સમર્થકો સાથે છે. ભારત અને ખાસ કરીને તામિલનાડુ હંમેશા માટે એમની ખોટ અનુભવશે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.”

***

RP