Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટકને રાજ્યોત્સવ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના લોકોને તેના રાજ્યોત્સવ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

કર્ણાટક રાજ્યની રચના રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અનુસાર 1 નવેમ્બર, 1956ના રોજ થઇ હતી.

પ્રધાનમંત્રીએ દેશની પ્રગતિમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજ્યને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “કર્ણાટક રાજ્યોત્સવ ભારતની પ્રગતિમાં કર્ણાટકના ઉત્કૃષ્ટ યોગદાનનો ઉત્સવ છે. રાજ્યની સુંદરતા અને રાજ્યના લોકોનોપ્રેમાળ સ્વભાવ જાણીતો છે. આવનારા સમયમાં કર્ણાટકના વિકાસની કામના કરું છું.”

DK/DS/RP