Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કંડલા પોર્ટ ટ્રસ્ટના વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા

પ્રધાનમંત્રીએ કંડલા પોર્ટ ટ્રસ્ટના વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા

પ્રધાનમંત્રીએ કંડલા પોર્ટ ટ્રસ્ટના વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટના વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા.

તેમણે ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરના નિર્માણ માટે શિલારોપણની તકતીનું અનાવરણ કર્યું હતું તથા 14મા અને 16મા જનરલ કાર્ગો બર્થના વિકાસનું શિલારોપણ કર્યું હતું.

તેમણે કચ્છ સોલ્ટ જંક્શન પર ઇન્ટરચેન્જ-કમ-આરઓબીના નિર્માણ માટે સુપરતપત્ર આપ્યો હતો, બે મોબાઇલ હાર્બર ક્રેન તૈનાત કરી હતી અને કંડલા પોર્ટ ખાતે ખાતરોના સંચાલન માટે વ્યવસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, સાગરમાલા પ્રોજેક્ટ અને પોર્ટ-સંચાલિત વિકાસની ગુજરાત પર હકારાત્મક અસર થશે તથા રોજગારીનું સર્જન થશે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ સમૃદ્ધ દરિયાઈ પરંપરા વિશે વાત કરી હતી અને અત્યારે પણ ગુજરાતમાં દરિયાઈ વેપારવાણિજ્યનો જુસ્સો જળવાઈ રહ્યો છે તેવું ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેલિપેડથી સમારંભ સ્થળ સુધીના માર્ગ પર તેમને ઉષ્માસભર આવકાર આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, કચ્છી માંડુઓ પાણીના મહત્વથી સારી રીતે વાકેફ છે. તેમણે કચ્છ વિસ્તારના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો ભારત વૈશ્વિક વેપારમાં પોતાનું સ્થાન ઊભું કરવા ઇચ્છતો હોય, તો તેણે પોર્ટ સેક્ટરમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરવી પડશે.

તેમણે જણાવ્યું હતું કે, પોર્ટ સેક્ટરના વિકાસ માટે માળખાગત સુવિધા અને કાર્યદક્ષતાનો સમન્વય આવશ્યક છે. તેમણે ઉમેર્યું હતું કે, કંડલા પોર્ટ એશિયામાં શ્રેષ્ઠ પોર્ટ પૈકીનું એક બની ગયું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઇરાનમાં ભારતની ભાગીદારી સાથે ચાબહાર પોર્ટ વિકસાવવામાં આવી રહ્યું છે, જે કંડલા પોર્ટની વૃદ્ધિને વધુ વેગ આપશે. પ્રધાનમંત્રીએ ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેનું આજે શિલારોપાણ થયું હતું.

પ્રધાનમંત્રીએ લોકોને આગામી પાંચ વર્ષમાં દેશની આઝાદીના 75મા વર્ષની ઉજ વણી કરવા તેમનાથી બને તે પ્રદાન કરવા જણાવ્યું હતું.

દેશ પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે એવું જણાવી પ્રધાનમંત્રીએ કંડલા પોર્ટ ટ્રસ્ટનું નામ બલીને “દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ – કંડલા” કરવાનું સૂચન કર્યું હતું.

TR