Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓમાનના સુલતાન કબૂસ બિન સૈદ અલ સૈદના નિધન અંગે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલતાન કબૂસબિન સૈદ અલ સૈયદના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એમના શોક સંદેશમાં કહ્યું કે “સુલતાન કબૂસ બિન સૈદ અલ સૈયદના નિધન વિશે જાણીને મને ખૂબ દુ:ખ થયું છે. તે એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાજકારણી હતા, જેમણે ઓમાનને આધુનિક અને સમૃદ્ધ રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યો. તે આપણા ક્ષેત્ર અને વિશ્વ માટે શાંતિના અગ્રદૂત હતા.

સુલતાન કબૂસ ભારતનાસાચા મિત્ર હતા અને ભારત અને ઓમાન વચ્ચે જીવંત વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે મજબૂત નેતૃત્વ પ્રદાનકર્યું હતું. હું તેમની પાસેથી મને મળતી હૂંફ અને સ્નેહની હંમેશા કદર કરીશ. ભગવાન તેમના આત્માને શાંતિઆપે.”

GP/DS