Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓડિશામાં હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી; રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલ લોકો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્ત અને અસરગ્રસ્ત લોકોને કેન્દ્રના સંપૂર્ણ સહકારની ખાતરી પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઓડિશામાં હોસ્પિટલમાં લાગેલી આગમાં નાગરિકોએ જીવ ગુમાવ્યો છે એ જાણીને ઊંડું દુઃખ અનુભવું છું. આ કરુણાંતિકા સ્તબ્ધ કરી દે તેવી છે. હું શોકગ્રસ્ત કુટુંબોને દિલસોજી પાઠવું છું.

મેં મંત્રી જે પી નડ્ડા સાથે વાત કરી હતી અને તમામ ઇજાગ્રસ્તોને એમ્સમાં ખસેડવાની સુવિધા આપવા જણાવ્યું છે. ઇજાગ્રસ્તોની સ્થિતિ ઝડપથી સુધરશે તેવી આશા છે.

મેં મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે પણ વાત કરી હતી અને તેમને ઇજાગ્રસ્ત અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવા જણાવ્યું હતું.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે હોસ્પિટલમાં આગની દુર્ઘટના અંગે ચર્ચા કરી હતી. તેમને કેન્દ્રની શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.”

AP/J.Khunt/GP