Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓએનજીસી ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટિગ્રેટેડ સી સર્વાઇવલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ ઓએનજીસી ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટિગ્રેટેડ સી સર્વાઇવલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ઇન્ટિગ્રેટેડ સી સર્વાઇવલ ટ્રેનિંગ સેન્ટર, ઓએનજીસી ઇન્સ્ટિટ્યૂટનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ પાણીની અંદરથી બચી નીકળવાની કવાયતો પર બ્રીફિંગ અને તાલીમ કેન્દ્રનું નિદર્શન પણ નિહાળ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ગોવામાં ઓએનજીસીનું સી સર્વાઇવલ સેન્ટર દેશને સમર્પિત કરવાની ખુશી છે. આ અત્યાધુનિક કેન્દ્ર ભારત માટે દરિયાઈ અસ્તિત્વ ટકાવી રાખવાની તાલીમ ઇકોસિસ્ટમમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવાની જળવિભાજક ક્ષણ છે. કટોકટીની સખત અને તીવ્ર પ્રતિભાવ તાલીમ ઓફર કરતા, તે સુનિશ્ચિત કરશે કે સમયસર ઘણા લોકોના જીવ બચાવવામાં આવે.”

વડા પ્રધાને આધુનિક સી સર્વાઇવલ સેન્ટરની જરૂરિયાતની રૂપરેખા આપતો એક વીડિયો પણ શેર કર્યો હતો અને કહ્યું હતું કે, “અહીં શા માટે અમને આધુનિક સી સર્વાઇવલ સેન્ટરની જરૂર છે અને તે આપણા દેશ માટે કેવી રીતે ખૂબ ફાયદાકારક રહેશે.”

પ્રધાનમંત્રીની સાથે ગોવાનાં મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત અને કેન્દ્રીય પેટ્રોલિયમ, ઓઇલ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ઓએનજીસી સી સર્વાઇવલ સેન્ટર

ઓએનજીસી સી સર્વાઇવલ સેન્ટરને એક પ્રકારના ઇન્ટિગ્રેટેડ સી સર્વાઇવલ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે ભારતીય દરિયાઇ અસ્તિત્વ ટકાવી રાખવાની તાલીમ ઇકોસિસ્ટમને વૈશ્વિક ધોરણો સુધી આગળ ધપાવે છે. તે વાર્ષિક 10,000-15,000 કર્મચારીઓને તાલીમ આપે તેવી અપેક્ષા છે. સિમ્યુલેટેડ અને નિયંત્રિત કઠોર હવામાનની પરિસ્થિતિઓમાં કસરતો તાલીમાર્થીઓની દરિયાઇ અસ્તિત્વ ટકાવી રાખવાની કુશળતામાં વધારો કરે છે અને આમ વાસ્તવિક જીવનની આપત્તિઓમાંથી સલામત રીતે છટકી જવાની સંભાવનામાં વધારો કરે છે.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com