Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયા કપ ખિતાબ જીતવા બદલ ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એશિયા કપ ટાઈટલ જીતવા બદલ ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટીમના અપાર ધૈર્ય અને નિશ્ચયની પ્રશંસા કરી હતી.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને એશિયા કપ ટાઇટલ જીતવા બદલ અભિનંદન. ટીમે અપાર ધૈર્ય અને નિશ્ચય દર્શાવ્યા હતા. આ સફળતા ખાસ કરીને યુવાનોમાં હોકી પ્રત્યેના વધતા જુસ્સાને પણ દર્શાવે છે. ટીમને તેમના ભાવિ પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.

AP/IJ/GP/JD