Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં P2 – મહિલા 10 મીટર એર પિસ્તોલ SH1 માં બ્રોન્ઝ જીતવા બદલ શૂટર રૂબિના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શૂટર રૂબિના ફ્રાન્સિસને એશિયન પેરા ગેમ્સમાં P2 – મહિલા 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે રૂબીનાના અદ્ભુત સમર્પણ અને દ્રઢતાની પ્રશંસા કરી અને ભવિષ્ય માટે તેના નસીબની શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

એશિયન પેરા ગેમ્સમાં P2 – મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં રૂબિના ફ્રાન્સિસ દ્વારા એક મહાન કાંસ્ય જીત.

રૂબીનાના અદ્ભુત સમર્પણ અને દ્રઢતાએ આ શક્ય બનાવ્યું છે. ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

CB/GP/JD