Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 400 મીટર-ટી-20 સ્પર્ધામાં ગોલ્ડ જીતવા બદલ દીપ્તિ જીવનજીને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 400 મીટર-ટી-20 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ક્વાર્ટર માઈલર દીપ્તિ જીવનજીને અભિનંદન પાઠવ્યા હતા.

તેના પરફોર્મન્સને ઇલેક્ટ્રિફાઇંગ ગણાવતા, તેમણે કહ્યું કે ટ્રેક પર જીવનજીની ભાવના અજોડ હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“દીપ્તિ જીવનજી દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન! એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 400m-T20 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ દીપ્તિને અભિનંદન. ટ્રેક પર તેની ભાવના અજોડ હતી, જેણે દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા. અમને બધાને ગર્વ આપવા બદલ દીપ્તિને અભિનંદન. “

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com