પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ઉત્તર બંગાળની ખાડીમાં તેમના નિવાસસ્થાને 7, લોક કલ્યાણ માર્ગ પર ચક્રવાત “રેમલ” માટે તૈયારીની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આઇએમડીની આગાહી મુજબ, ચક્રવાતી વાવાઝોડું આજે મધ્યરાત્રિ સુધીમાં મોંગલા (બાંગ્લાદેશ)ના દક્ષિણ પશ્ચિમની નજીક સાગર ટાપુઓ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે અને તેના કારણે પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે.
પ્રધાનમંત્રીને એ બાબતની જાણકારી આપવામાં આવી હતી કે, રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ પશ્ચિમ બંગાળની સરકાર સાથે નિયમિતપણે સંપર્કમાં છે. તમામ માછીમારોને દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. આશરે એક લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. આઇએમડી પણ નિયમિત અપડેટ્સ સાથે બાંગ્લાદેશને માહિતી સહાય આપી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે રાજ્ય સરકારને સંપૂર્ણ સાથસહકાર આપ્યો છે અને તેમણે તેમ કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે પરિસ્થિતિ પર નજર રાખવી જોઈએ અને ચક્રવાતના લેન્ડફોલ પછી સમીક્ષા કરવી જોઈએ જેથી પુન:સ્થાપન માટે જરૂરી સહાય પૂરી પાડી શકાય. પ્રધાનમંત્રીએ સૂચના આપી છે કે, એનડીઆરએફની 12 ટીમો કે જે પશ્ચિમ બંગાળમાં તૈનાત કરવામાં આવી છે અને ઓડિશામાં એક છે, આ ઉપરાંત વધુ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે, જે એક કલાકની અંદર આગળ વધી શકશે. ભારતીય તટરક્ષક દળ કોઈપણ કટોકટી માટે તેની સંપત્તિ તૈનાત કરવા માટે. તેમણે જણાવ્યું હતું કે બંદરો, રેલવે અને રાજમાર્ગો પર ચાંપતી નજર રાખવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
પ્રધાનમંત્રીનાં મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, એનડીઆરએફનાં ડીજી, આઇએમડીનાં ડીજી અને એનડીએમએનાં સભ્ય સચિવ પણ ઉપસ્થિત હતાં.
AP/GP/JD