“મારા માટે, સરહદ પરનું દરેક ગામ દેશનું પ્રથમ ગામ છે”
“આપણા વારસા પ્રત્યેનું ગૌરવ અને તેના વિકાસ માટેના તમામ સંભવિત પ્રયાસો એ 21મી સદીના વિકસિત ભારત માટેના બે મુખ્ય આધારસ્તંભ છે” “આ વિકાસ પરિયોજનાઓનું કામ પૂરું થવાથી દુનિયાભરના ભક્તો આનંદ કરશે” “શ્રમજીવી ભગવાનનું કામ કરી રહ્યા છે, તમે તેમની સંભાળ રાખો, તેમને ક્યારેય માત્ર પગારદાર કામદાર ન ગણશો” “આ મંદિરોની જર્જરિત હાલત ગુલામીની માનસિકતાની સ્પષ્ટ નિશાની હતી” “આજે, કાશી, ઉજ્જૈન, અયોધ્યા અને ઘણા બીજા આધ્યાત્મિક કેન્દ્રો તેમનું ખોવાયેલું ગૌરવ અને વારસો ફરીથી પ્રાપ્ત કરી રહ્યા છે” “સ્થાનિક ઉત્પાદનો ખરીદવા માટે તમારા પ્રવાસના બજેટમાંથી 5 ટકા રકમ ફાળવો” “પહાડી લોકોની સહનશીલતાનો ઉપયોગ તેમની સામેના બહાના તરીકે કરવામાં આવ્યો હતો” “અમે આ સરહદી વિસ્તારોમાંથી કામ કરવાનું શરૂ કર્યું છે, તેને સમૃદ્ધિની શરૂઆત તરીકે અંકિત કર્યું છે” “જ્યાં વિકાસની ઉજવણી કરવામાં આવતી હોય તેવા સરહદી વિસ્તારો જીવંત જીવન જીવી શકે તે માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ ” |
---|
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના માણામાં રૂ. 3400 કરોડથી વધુના મૂલ્યની માર્ગ અને રોપવે પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. દિવસની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી અને શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન તેમજ પૂજા કરી હતી. તેમણે આદિ ગુરુ શંકરાચાર્યના સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી અને મંદાકિની અષ્ટપથ તેમજ સરસ્વતી અષ્ટપથ પર ચાલી રહેલા કામમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ બદ્રીનાથ ધામની પણ મુલાકાત લીધી હતી અને શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન તેમજ પૂજા કરી હતી. ત્યારબાદ તેમણે અલકનંદા રિવરફ્રન્ટ પર ચાલી રહેલા કામમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ મંદિરોમાં દર્શન અને પૂજા કર્યા બાદ થયેલા આનંદની અનુભૂતિને વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મારું જીવન ધન્ય થઇ ગયું, મન ખુશીથી ભરાઇ ગયું અને આ ક્ષણો મારા માટે જીવંત બની ગઇ છે”. પ્રધાનમંત્રીએ અગાઉ જ્યારે ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી ત્યારે “આ દાયકો ઉત્તરાખંડનો હશે” તેવી ટીપ્પણી કરી હતી તે શબ્દોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે બાબા કેદાર અને બદ્રી વિશાલના આશીર્વાદથી આ શબ્દો સાચા પડશે આપશે. તેમણે કહ્યું હતું કે, “આજે, હું આ નવી પરિયોજના સાથે એ જ સંકલ્પને પુનરાવર્તિત કરવા તમારી વચ્ચે ઉપસ્થિત છુ.”
માણા ગામ ભારતની સરહદે આવેલા છેલ્લા ગામ તરીકે ખાસ ઓળખાય છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “મારા માટે, સરહદ પર આવેલું દરેક ગામ દેશનું પ્રથમ ગામ છે અને સરહદની નજીક રહેતા લોકો દેશની મજબૂત સુરક્ષા કરે છે. પ્રધાનમંત્રીએ આ વિસ્તાર સાથેના તેમના લાંબા જોડાણ અને આ વિસ્તારના મહત્વ સાથે તેમના સતત સહયોગને યાદ કર્યો હતો. તેમણે આ વિસ્તારે આપેલા સમર્થન અને વિશ્વાસની પણ નોંધ લીધી હતી. તેમણે માણાના લોકોના સતત પ્રેમ અને સમર્થન બદલ તેમનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ 21મી સદીના વિકસિત ભારતના બે મુખ્ય સ્તંભો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સૌથી પહેલા તો, આપણા વારસા પ્રત્યેનું ગૌરવ અને બીજું કે, વિકાસ માટેના તમામ સંભવિત પ્રયાસો. આજે ઉત્તરાખંડ આ બંને સ્તંભોને મજબૂત બનવી રહ્યું છે”. તેમણે માહિતી આપી હતી કે, જ્યારે તેમણે કેદારનાથ અને બદ્રી વિશાલ ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી, ત્યારે તેમણે વિકાસલક્ષી પરિયોજનાઓની સમીક્ષા પણ કરી હતી કારણ કે, તેમણે ઉમેર્યું કે, “130 કરોડ લોકો મારા માટે ભગવાનનું સ્વરૂપ છે.”
કેદારનાથથી ગૌરીકુંડ અને હેમકુંડ રોપવેના બે રોપવેનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ આ પ્રેરણા અને પ્રગતિ પાછળ પાછળ બાબા કેદારનાથ, બદ્રી વિશાલ અને શીખ ગુરુઓના આશીર્વાદ હોવાનો શ્રેય આપ્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ અભૂતપૂર્વ પહેલથી સમગ્ર દુનિયાના ભક્તો આનંદ કરશે.
પ્રધાનમંત્રીએ આ પરિયોજનામાં સામેલ શ્રમજીવીઓ અને અન્ય કર્મચારીઓની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી અને આ કામકાજની કઠીન પરિસ્થિતિઓમાં પણ તેઓ નિષ્ઠાપૂર્વક કામ કરતા હોવાનું સ્વીકાર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તેઓ ભગવાનનું કામ કરી રહ્યા છે, તમે તેમની સંભાળ રાખો, તેમને ક્યારેય માત્ર પગારદાર કામદારો ન ગણશો, તેઓ એક દૈવી પરિયોજનામાં યોગદાન આપી રહ્યા છે”. કેદારનાથ ખાતે શ્રમજીવીઓ સાથે કરેલા સંવાદનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે શ્રમિકો અને એન્જિનિયરોએ તેમના કામની તુલના બાબા કેદારની પૂજા સાથે કરી ત્યારે તેમને એક મહાન અનુભવ થયો હતો.
બ્રિટિશરાજની ગુલામીની માનસિકતાથી મુક્ત થવા માટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને કરેલી પોતાની અપીલને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ આઝાદીના 75 વર્ષ પછી આ અપીલ કરવાની જરૂરિયાત અંગે સમજણ આપી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુલામીની માનસિકતાએ રાષ્ટ્રને એટલી મજબૂત રીતે જકડી લીધું છે કે દેશના કેટલાક લોકો તો આપણા દેશના વિકાસના કામને અપરાધ માનતા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “દેશના વિકાસમાં થઇ રહેલી પ્રગતિને ગુલામીના બીમ સ્કેલ પર તોલવામાં આવે છે”. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, લાંબા સમયથી દેશમાં ધાર્મિક સ્થળો પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે, “દુનિયાભરના લોકો ક્યારેય આ મંદિરોની પ્રશંસા કરવાનું બંધ કરતા નથી”. ભૂતકાળના પ્રયાસોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સોમનાથ મંદિર અને રામ મંદિરના નિર્માણ દરમિયાન જે બન્યું હતું તે બધાને યાદ જ છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આ મંદિરોની જર્જરિત હાલત ગુલામીની માનસિકતાની સ્પષ્ટ નિશાની હતી”. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મંદિરો સુધી પહોંચવાના માર્ગો પણ અત્યંત ખરાબ સ્થિતિમાં હતા. તેમણે ટાંક્યું હતું કે, “ભારતના આધ્યાત્મિક કેન્દ્રો પ્રત્યે દાયકાઓ સુધી ઉપેક્ષા રાખવામાં આવી છે “. તેમણે આગળ કહ્યું હતું કે, “અને આ બધુ જ અગાઉની સરકારોના પોતાના સ્વાર્થના કારણે થયું હતું”. તેમણે કહ્યું હતું કે, આ લોકો કરોડો ભારતીયો માટે આ આધ્યાત્મિક કેન્દ્રોનો અર્થ શું છે એ જ ભૂલી ગયા છે. પ્રધાનમંત્રીએ ખાસ સૌનું ધ્યાન દોર્યું હતું કે, ન તો આપણા આધ્યાત્મિક કેન્દ્રોના મહત્વને તેમના પ્રયાસો દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું હતું અને ન તો આ આધ્યાત્મિક કેન્દ્રો પ્રત્યે લોકોની આસ્થામાં કોઇ ઘટાડો થયો હતો. “આજે, કાશી, ઉજ્જૈન, અયોધ્યા અને ઘણા વધુ આધ્યાત્મિક કેન્દ્રો તેમના ગુમાવેલા ગૌરવ અને વારસાને ફરીથી પ્રાપ્ત કરી રહ્યાં છે. કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ ટેકનોલોજીના માધ્યમથી સેવાઓને જોડવાની સાથે સાથે આસ્થાનું પણ જોડાણ કરી રહ્યા છે”, તેમ બોલતા તેમણે રેખાંકિત કર્યું હતું કે, “અયોધ્યામાં રામ મંદિરથી માંડીને ગુજરાતના પાવાગઢમાં આવેલા મહાકાળી મંદિરથી માંડીને દેવી વિંધ્યાચલ કોરિડોર સુધી, ભારત તેના સાંસ્કૃતિક અને પરંપરાગત ઉત્કર્ષની જાહેરાત કરી રહ્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શ્રદ્ધાળુઓને આ આસ્થાના કેન્દ્રો સુધી પહોંચવામાં સરળતા રહેશે અને જે સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે તે વૃદ્ધોના જીવનને સરળ બનાવશે.
પ્રધાનમંત્રીએ આસ્થાના આ સ્થળોના કાયાકલ્પ સાથે જોડાયેલા બીજા પાસાને રેખાંકિત કર્યા હતા, એટલે કે આ પહાડી વિસ્તારોમાં વસતા લોકો માટે ઇઝ ઓફ લિવિંગ અને આ વિસ્તારોના યુવાનો માટે રોજગારીની તકો પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “રેલવો, માર્ગો અને રોપવે પોતાની સાથે રોજગારની તકો પણ લાવે છે અને જીવનને વધુ સરળ તેમજ સશક્ત બનાવે છે. આ સુવિધાઓ પર્યટનમાં વૃદ્ધિ કરે છે અને પહાડી વિસ્તારમાં પરિવહન સેવાઓ વધુ સરળ બનાવે છે. આ દુર્ગમ વિસ્તારોમાં લોજિસ્ટિક્સમાં સુધારો લાવવા માટે ડ્રોન તૈનાત કરવાની યોજના પણ છે”.
સ્થાનિક ઉત્પાદનો અને સ્થાનિક સ્વ-સહાય સમૂહો દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રીએ દેશના લોકોને એક અનુરોધ કર્યો હતો. તેમણે દેશના કોઇપણ ભાગમાં પર્યટન માટે જનારા લોકોને પોતાના પ્રવાસના બજેટમાંથી 5 ટકા હિસ્સો સ્થાનિક ઉત્પાદનો ખરીદવા માટે ફાળવવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આનાથી સ્થાનિક ઉત્પાદનોને મોટો પ્રવેગ પ્રાપ્ત થશે અને તમને પણ અપાર સંતોષની લાગણી અનુભવાશે”.
પ્રધાનમંત્રીએ એ હકીકત પર અફસોસ વ્યક્ત કર્યો હતો કે, પહાડી વિસ્તારોમાં વસતા લોકોની સહનશીલતાનો ઉપયોગ તેમની સામેના કારણ તરીકે કરવામાં આવ્યો હતો. તેમનો મહેનતુ સ્વભાવ અને શક્તિનો ઉપયોગ તેમને કોઇપણ સગવડતાથી વંચિત રાખવાના બહાના તરીકે કરવામાં આવતો હતો. સુવિધાઓ અને લાભો માટે આપવામાં આવેતી અગ્રતામાં તેમને અત્યાર સુધી સૌથી છેલ્લે રાખવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણે આમાં પરિવર્તન લાવવાનું હતું. તેમણે જણાવ્યું હતું કે “અગાઉ, જે વિસ્તારોને દેશની સરહદોની સીમા તરીકે અવગણવામાં આવ્યા હતા, ત્યાંથી જ અમે તેમને સમૃદ્ધિની શરૂઆત તરીકે અંકિત કરીને કામ કરવાની શરૂઆત કરી હતી. અમે પહાડોના એવા પડકારોનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે સ્થાનિક લોકોની ઘણી ઊર્જા વેડફાતી હતી.” તેમણે તમામ ગામોનું વિદ્યુતીકરણ, હર ઘર જલ, ઓપ્ટિકલ ફાઇબરની મદદથી પંચાયતોને જોડવાની કામગીરી, દરેક ગામમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, રસીકરણ દરમિયાન પહાડી વિસ્તારોને આપવામાં આવેલી પ્રાધાન્યતા, મહામારી દરમિયાન ગરીબોને મફત રાશનના વિતરણ અને આ પ્રદેશોના લોકોને આપવામાં આવેલા ગૌરવ જેવી વિવિધ પહેલો તેમણે ગણાવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સુવિધાઓ યુવાનોને નવા અવસરો પૂરા પાડે છે અને પર્યટન ઉદ્યોગને પણ વેગ મળે છે. તેમણે કહ્યું હતું કે, “મને આનંદ છે કે, ડબલ એન્જિનની સરકાર હોમસ્ટેની સુવિધાઓમાં સુધારો લાવવા માટે યુવાનોના કૌશલ્ય વિકાસ માટે સતત આર્થિક મદદ પૂરી પાડી રહી છે. સરહદી વિસ્તારોના યુવાનોને NCC સાથે જોડવાનું અભિયાન પણ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યું છે”.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે,, “આધુનિક કનેક્ટિવિટી રાષ્ટ્રીય સંરક્ષણની ગેરંટી આપે છે.” તેમણે એ બાબતને રેખાંકિત કરી હતી કે, સરકાર છેલ્લાં 8 વર્ષથી આ દિશામાં એક પછી એક પગલાં લઇ રહી છે. થોડાં વર્ષો પહેલાં શરૂ કરવામાં આવેલી બે મુખ્ય કનેક્ટિવિટી યોજનાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ભારતમાલા અને સાગરમાલાનાં દૃશ્ટાકોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે ભારતમાલા યોજના હેઠળ દેશના સરહદી વિસ્તારોને શ્રેષ્ઠ અને પહોળા હાઇવે દ્વારા જોડવામાં આવી રહ્યા છે અને સાગરમાલાની મદદથી ભારતના દરિયા કિનારાની કનેક્ટિવિટી મજબૂત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે, સરકારે છેલ્લાં 8 વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધીના વિસ્તારોમાં સરહદી કનેક્ટિવિટીનું અભૂતપૂર્વ વિસ્તરણ કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “2014થી અત્યાર સુધીમાં, સીમા માર્ગ સંગઠન દ્વારા લગભગ 7,000 કિમી નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને સેંકડો પુલ બનાવવામાં આવ્યા છે છે. અનેક મહત્વની ટનલનું કામ પણ પૂરું કરવામાં આવ્યું છે”.
પ્રધાનમંત્રીએ પર્વતમાલા યોજના પર પ્રકાશ પાડ્યો હતો જે પર્વતીય રાજ્યોની કનેક્ટિવિટીમાં સુધારો લાવી રહી છે. તેમણે ટાંક્યું હતું કે, ઉત્તરાખંડ અને હિમાચલમાં આ યોજના અંતર્ગત રોપવેના વિશાળ નેટવર્કનું નિર્માણ શરૂ થઇ ગયું છે. પ્રધાનમંત્રીએ સરહદી વિસ્તારોને માત્ર સૈન્ય થાણાઓ માનવામાં આવતા હોવાની ધારણાને બદલવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું, “ જ્યાં વિકાસની ઉજવણી કરવામાં આવે છે તેવા આ વિસ્તારોમાં જીવંત જીવન હોય તેના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માણાથી માણા પાસ સુધીનો જે રોડ બનાવવામાં આવશે તેનાથી પ્રદેશને ઘણો ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું, જોશીમઠથી મલારી રોડ પહોળો થવાથી સામાન્ય લોકો અને આપણા સૈનિકો માટે સરહદ સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેશે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતા ઉત્તરાખંડને ખાતરી આપી હતી કે, સખત પરિશ્રમ અને સમર્પણ હંમેશા રાજ્યની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કામ કરશે. પ્રધાનમંત્રીએ સમાપનમાં કહ્યું હતું કે, “હું આ વિશ્વાસને પૂરો કરવા માટે બાબા કેદાર અને બદ્રી વિશાલ પાસેથી આશીર્વાદ લેવા અહીં આવ્યો છું”.
આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, ઉત્તરાખંડના રાજ્યપાલ નિવૃત્ત જનરલ ગુરમિત સિંહ, સંસદ સભ્ય શ્રી તીરથ સિંહ રાવત, ઉત્તરાખંડ સરકારના મંત્રી શ્રી ધન સિંહ રાવત અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેન્દ્ર ભટ્ટ ઉપસ્થિત હતા.
પૃષ્ઠભૂમિ
કેદારનાથમાં રોપવેની લંબાઇ લગભગ 9.7 કિમી હશે અને તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે, જેનાથી બંને સ્થળો વચ્ચેનો પ્રવાસ સમય હાલમાં 6-7 કલાકથી ઘટાડીને માત્ર 30 મિનિટનો થઇ જશે. હેમકુંડ રોપવે ગોવિંદઘાટને હેમકુંડ સાહેબ સાથે જોડશે. તેની લંબાઇ લગભગ 12.4 કિમી હશે અને તેનાથી મુસાફરીનો સમય એક દિવસ કરતાં વધુ થાય છે તે ઘટીને માત્ર 45 મિનિટ કરશે. આ રોપવે ખંગારિયાને પણ જોડશે, જે વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કનું પ્રવેશદ્વાર છે.
આશરે રૂ. 2430 કરોડના કુલ અંદાજિત ખર્ચે વિકસિત, રોપવેની યોજના પ્રવાસને સલામત, સુરક્ષિત અને સ્થિર બનાવતા પરિવહનની સાથે સાથે પર્યાવરણ માટે મૈત્રીપૂર્ણ માધ્યમ પણ બનશે. આ મુખ્ય માળખાકીય વિકાસ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપશે, જેનાથી આ પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ મળશે અને રોજગારીની અનેક તકોનું સર્જન થશે.
આ મુલાકાત દરમિયાન આશરે રૂ. 1000 કરોડના માર્ગો પહોળા કરવાની પરિયોજનાનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. માણાથી માણા પાસ (NH07) અને જોશીમઠથી મલારી (NH107B) સુધીના બે માર્ગો પહોળા કરવાની પરિયોજના – આપણા સરહદી વિસ્તારોને છેલ્લા માઇલના તમામ હવામાનમાં ઉપયોગમાં લેઇ શકાય તેવા માર્ગોથી કનેક્ટિવિટી પ્રદાન કરવા તરફનું વધુ એક પગલું હશે. કનેક્ટિવિટી વધારવા ઉપરાંત, આ પરિયોજનાઓ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક સાબિત થશે.
કેદારનાથ અને બદ્રીનાથ સૌથી મહત્વપૂર્ણ હિન્દુ મંદિરોમાંના એક છે. આ વિસ્તાર આદરણીય શીખ યાત્રાળુ સ્થળો પૈકીના એક એવા હેમકુંડ સાહિબ માટે પણ જાણીતો છે. આ કનેક્ટિવિટી પરિયોજનાઓ હાથ ધરવામાં આવી રહી હોવાથી તે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોએ સુધીની પહોંચને સરળ બનાવવાની અને પાયાની માળખાકીય સુવિધાઓમાં સુધારો લાવવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
From Vyara, various projects are being launched, which will further Gujarat’s growth trajectory. https://t.co/bPtEkZtE6P
— Narendra Modi (@narendramodi) October 20, 2022
PM @narendramodi begins his speech at a programme in Badrinath. pic.twitter.com/S62ckFYewx
— PMO India (@PMOIndia) October 21, 2022
For me every village on the border is the first village in the country, says PM @narendramodi pic.twitter.com/GwsI7fQQfM
— PMO India (@PMOIndia) October 21, 2022
Two major pillars for developed India of the 21st century. pic.twitter.com/iFhOtXprYz
— PMO India (@PMOIndia) October 21, 2022
We have to completely free ourselves from the colonial mindset. pic.twitter.com/qaQ6uEOoGl
— PMO India (@PMOIndia) October 21, 2022
आस्था के ये केंद्र सिर्फ एक ढांचा नहीं बल्कि हमारे लिए प्राणवायु हैं। pic.twitter.com/wsJjsh0aRJ
— PMO India (@PMOIndia) October 21, 2022
Enhancing ‘Ease of Living’ for the people in hilly states. pic.twitter.com/L0ZHHGXK6L
— PMO India (@PMOIndia) October 21, 2022
We began working with utmost priority in the areas which were ignored earlier. pic.twitter.com/ci5w2DNljL
— PMO India (@PMOIndia) October 21, 2022
Our focus is on improving multi-modal connectivity in the hilly states. pic.twitter.com/9hjG7AG1AI
— PMO India (@PMOIndia) October 21, 2022
आधुनिक कनेक्टिविटी राष्ट्ररक्षा की भी गांरटी होती है। pic.twitter.com/h69bxCI0En
— PMO India (@PMOIndia) October 21, 2022
સંબંધિત
PM performs darshan and pooja at Shri Kedarnath Dham in Uttarakhand
PM performs darshan and pooja at Badrinath Dham in Uttarakhand
PIB આર્કાઈવ્ઝમાંથી
English rendering of PM’s address at the laying of foundation stones & dedication of various development projects to the Nation in Kedarnath Posted on: 05 Nov 2021
English rendering of PM’s speech at foundation stone laying ceremony of Kedarpuri Reconstruction Projects in Kedarnath, UttarakhandPosted on: 20 Oct 2017
YP/GP/JD
Kedarnath and Badrinath are significant to our ethos and traditions. https://t.co/68IErTo24N
— Narendra Modi (@narendramodi) October 21, 2022
PM @narendramodi begins his speech at a programme in Badrinath. pic.twitter.com/S62ckFYewx
— PMO India (@PMOIndia) October 21, 2022
For me every village on the border is the first village in the country, says PM @narendramodi pic.twitter.com/GwsI7fQQfM
— PMO India (@PMOIndia) October 21, 2022
Two major pillars for developed India of the 21st century. pic.twitter.com/iFhOtXprYz
— PMO India (@PMOIndia) October 21, 2022
We have to completely free ourselves from the colonial mindset. pic.twitter.com/qaQ6uEOoGl
— PMO India (@PMOIndia) October 21, 2022
आस्था के ये केंद्र सिर्फ एक ढांचा नहीं बल्कि हमारे लिए प्राणवायु हैं। pic.twitter.com/wsJjsh0aRJ
— PMO India (@PMOIndia) October 21, 2022
Enhancing 'Ease of Living' for the people in hilly states. pic.twitter.com/L0ZHHGXK6L
— PMO India (@PMOIndia) October 21, 2022
We began working with utmost priority in the areas which were ignored earlier. pic.twitter.com/ci5w2DNljL
— PMO India (@PMOIndia) October 21, 2022
Our focus is on improving multi-modal connectivity in the hilly states. pic.twitter.com/9hjG7AG1AI
— PMO India (@PMOIndia) October 21, 2022
आधुनिक कनेक्टिविटी राष्ट्ररक्षा की भी गांरटी होती है। pic.twitter.com/h69bxCI0En
— PMO India (@PMOIndia) October 21, 2022