Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં લખનૌમાં વિકાસલક્ષી પહેલોનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનૌમાં ડો. એ. પી. જે. અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું, 400કેવી લખનૌ-કાનપુર ડી/સી ટ્રાન્સમિશન લાઇન અર્પણ કરી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓને મંજૂરીનાં પત્રનો વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે બોલતાં શ્રી મોદીએ આધુનિક ટેકનોલોજી સાથે ભારતની યુવા પેઢીનાં જોડાણ વિશે વિગતે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણી યુવા પેઢી હેલ્થ સેક્ટરમાં, ખાસ કરીને હેલ્થકેર ઉપકરણમાં સ્ટાર્ટ અપ્સ અને નવીનતા વિશે વિચારી શકે છે.”

પ્રધાનમંત્રીએ તમામ જિલ્લાઓમાં વીજળીનો પુરવઠો સુનિશ્ચિત કરવા બદલ ઉત્તરપ્રદેશની સરકારને અભિનંદન આપ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, “કોઈ પણ દેશની વિકાસલક્ષી સફરમાં વીજળી અને ઊર્જા અતિ મહત્ત્વપૂર્ણ છે. અત્યારે ભારતમાં સૌર ઊર્જાની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.”

પ્રધાનમંત્રીએ 1 જુલાઈનાં રોજ જીએસટીનાં અમલ વિશે પણ વિગતે વાત કરી હતી અને કહ્યું હતું કે, તે લોકશાહીની તાકાત પ્રદર્શિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, “જીએસટીનાં અમલનો શ્રેય ભારતની 125 કરોડ જનતાને જાય છે.”

J.Khunt