Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્કૃષ્ઠ સાંસદ પુરસ્કાર સમારંભમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ ઉત્કૃષ્ઠ સાંસદ પુરસ્કાર સમારંભમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ ઉત્કૃષ્ઠ સાંસદ પુરસ્કાર સમારંભમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારતીય સંસદીય સમૂહ (ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપ) દ્વારા આયોજીત ઉત્કૃષ્ઠ સાંસદ પુરસ્કાર સમારંભમાં હાજરી આપી હતી. ભારતના માનનીય રાષ્ટ્રપતી શ્રી રામનાથ કોવિંદે સંસદના સેન્ટ્ર હોલમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સાંસદોને પુરસ્કારો એનાયત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ અને લોકસભાનાં સ્પીકર શ્રીમતી સુમિત્રા મહાજન પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

એવોર્ડ વિજેતા સાંસદોને અભિનંદન પાઠવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે સંસદ અને દેશને જે પ્રદાન કર્યું છે તે હંમેશાં યાદગાર બની રહેશે. આ નોંધપાત્ર કામગીરી બજાવનારા સાંસદો સાથે કામ કરવાનો અને તેમની પાસેથી શિખવાનો મને આનંદ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સંસદ 125 કરોડ ભારતીયોનાં સપનાં અને અવાજનું પ્રતિનિધિત્વ કરે છે, સંસદમાં જે કંઈ બોલાય છે તે અપાર મૂલ્ય ધરાવે છે અને નીતિ ઘડનારા સમુદાય અને સરકારને મહત્વની સમસ્યાઓ ઉકેલવા માટે તક પૂરી પાડે છે.

આ પ્રસંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સંસદમાં થતો વિક્ષેપ સામાન્ય રીતે સાંસદો જેમનું પ્રતિનિધિત્વ કરે છે તે સામાન્ય માનવીના જીવનને અસર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જે કોઈ ખલેલ થાય છે તેનાથી સરકાર કરતાં દેશને વધુ નુકશાન થાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સાંસદોની એ જવાબદારી રહે છે કે સંસદ સરળ રીતે કામ કરી શકે તે માટે ખાતરી પૂરી પાડે જેથી દરેક સાંસદને બેલવાની તક મળી રહે અને એ દ્વારા તે ઈતિહાસનો હિસ્સો બની રહે.

 

RP