Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉડાન યોજનાની છ વર્ષની સિદ્ધિઓની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ટ્વીટનો જવાબ આપ્યો છે, જેમાં મંત્રાલયે માહિતી આપી છે કે 6 વર્ષ પહેલાં, રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (RCS) ઉડાને શિમલાને દિલ્હી સાથે જોડતી ઉડાન ભરી હતી. આજે, 473 રૂટ અને 74 ઓપરેશનલ એરપોર્ટ, હેલિપોર્ટ્સ અને વોટર એરોડ્રોમ્સ સાથે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર બન્યા છે.

ટ્વીટનો જવાબ આપતાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લાં 9 વર્ષ ભારતના ઉડ્ડયન ક્ષેત્ર માટે પરિવર્તનકારી રહ્યા છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે હાલના એરપોર્ટનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, નવા એરપોર્ટ ઝડપી ગતિએ બનાવવામાં આવ્યા છે અને રેકોર્ડ સંખ્યામાં લોકો ઉડાન ભરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

છેલ્લા 9 વર્ષ ભારતના ઉડ્ડયન ક્ષેત્ર માટે પરિવર્તનકારી રહ્યા છે. હાલના એરપોર્ટનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, નવા એરપોર્ટ ઝડપી ગતિએ બનાવવામાં આવ્યા છે અને રેકોર્ડ સંખ્યામાં લોકો ઉડાન ભરી રહ્યા છે. આ વિસ્તૃત કનેક્ટિવિટી વાણિજ્ય અને પર્યટનને મોટું પ્રોત્સાહન આપે છે. #UDANat6”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com