Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇટાનગરની મુલાકાત લીધી, તેમણે કહ્યું નવા ભારતનું નિર્માણ ત્યારે જ થઇ શકે જ્યારે પૂર્વોત્તરનો વિકાસ થાય

પ્રધાનમંત્રીએ ઇટાનગરની મુલાકાત લીધી, તેમણે કહ્યું નવા ભારતનું નિર્માણ ત્યારે જ થઇ શકે જ્યારે પૂર્વોત્તરનો વિકાસ થાય

પ્રધાનમંત્રીએ ઇટાનગરની મુલાકાત લીધી, તેમણે કહ્યું નવા ભારતનું નિર્માણ ત્યારે જ થઇ શકે જ્યારે પૂર્વોત્તરનો વિકાસ થાય

પ્રધાનમંત્રીએ ઇટાનગરની મુલાકાત લીધી, તેમણે કહ્યું નવા ભારતનું નિર્માણ ત્યારે જ થઇ શકે જ્યારે પૂર્વોત્તરનો વિકાસ થાય


ઇટાનગરમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને સેલા સુરંગનો શિલાન્યાસ કર્યો

દૂરદર્શન અરુણપ્રભા ચેનલનો શુભારંભ કર્યો

અરુણાચલ પ્રદેશ માટે 4000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનું અનાવરણ કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશ, આસામ અને ત્રિપુરાની મુલાકાતના ભાગ રૂપે ઇટાનગરની મુલાકાત લીધી હતી. તેમણે ઇટાનગર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને સેલા સુરંગનો શિલાન્યાસ કર્યો. તેમણે દૂરદર્શન અરુણપ્રભા ચેનલનો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે રાજ્યમાં ઇટાનગરમાં આઈજી પાર્ક ખાતેથી અનેકવિધ વિકાસ પરિયોજનાઓનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ત્યાં લાયન લૂમનું નિરીક્ષણ પણ કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે અરુણાચલ એ ઉગતા સુરજનો પ્રદેશ છે. તે દેશનો આત્મવિશ્વાસ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “આજે મને 4000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની પરિયોજનાઓનું અનાવરણ કરવાની તક મળી છે.” તેમણે ઉમેર્યું કે 13000 કરોડ રૂપિયાની કિંમતના વધારાની પરિયોજનાઓ હજુ પ્રગતિમાં છે. પ્રધાનમંત્રીએ લોકોને અરુણાચલ પ્રદેશ અને અન્ય પૂર્વોત્તરના રાજ્યોમાં થયેલા વિકાસ કાર્યોના સંદર્ભમાં તેમની સરકારના 55 મહિનાને અગાઉની સરકારના 55 વર્ષો સાથે સરખામણી કરવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, જે ગતિએ વિકાસ થવો જોઈએ તે થયો નથી, અગાઉની સરકારે અરુણાચલની અવગણના કરી હતી અને અમે તે પ્રથાને બદલવા માટે આવ્યા છીએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, નવા ભારતનું નિર્માણ ત્યારે જ થઇ શકે છે જ્યારે પૂર્વોત્તર ભારતનો વિકાસ થાય. વિકાસ પ્રદેશો અને લોકોને સંગઠિત કરવા માટે હોય છે. તેમણે એ માહિતી પણ આપી કે છેલ્લા 55 મહિનામાં વિકાસના ભંડોળ માટે કોઈ ખામી નથી રહી. તેમણે કહ્યું, “અમારી સરકારે અરુણાચલને 44000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે કે જે અગાઉની સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી રકમ કરતા કરતા બમણી છે.”

પ્રધાનમંત્રીએ હોલોંગી ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટના બાંધકામ માટે શિલાન્યાસ કર્યો હતો અને રેટ્રોફીટેડ તેઝુ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. હોલોંગી ખાતે 4100 ચોરસ મિટરના વિસ્તારમાં 955 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર થનારા એક ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે તે પ્રતિ કલાકે 200 મુસાફરોની વ્યવસ્થાને સંભાળવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, અત્યાર સુધી ઇટાનગર સુધી પહોંચવા માટેનો એક માત્ર વિકલ્પ ગુવાહાટી ઉતરીને અને ત્યાંથી રોડ માર્ગે અથવા હેલિકોપ્ટર દ્વારા પહોંચવાનો હતો, હવે રાજ્યની સંપર્ક સુવિધામાં પણ વધારો થશે.

તેમણે એમ પણ જણાવ્યું કે, “તેઝુ એરપોર્ટ 50 વર્ષ પહેલા બાંધવામાં આવ્યું હતું પરંતુ કોઇ પણ સરકારે આ રાજ્યના લોકોને દેશના અન્ય ભાગ સાથે જોડવા માટેનો વિચાર કર્યો નહોતો. અમે આ નાનકડા વિમાનમથક માટે આશરે 125 કરોડ રૂપિયાનો ખર્ચ કરીનેઆ વિમાનમથકનું વિસ્તૃતીકરણ કર્યું છે.” તેઝુ એરપોર્ટ અરુણાચલના લોકોને સેવાઓ આપવા માટે તૈયાર છે, ઉડાન યોજના સસ્તી ફ્લાઈટના માધ્યમથી લોકોને ફાયદો કરાવશે. માત્ર વિમાનમથકો જ નહીં, અરુણાચલ પ્રદેશના લોકોનું જીવન નવા અને સુધરેલા રેલવે અને રસ્તાની સુવિધાઓ સાથે સુગમ બનશે.”

પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં સેલા સુરંગનો શિલાન્યાસ કર્યો હતો. તે તવાંગ ખીણને બારે માસનો સંપર્ક પૂરો પાડશે અને તવાંગ સુધી જવા માટેની મુસાફરીના સમયમાં એક કલાકનો ઘટાડો કરશે. અંદાજીત 700 કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બોગીબીલ ખાતે રેલ અને રસ્તાના બમણા ઉપયોગવાળા પુલના લીધે અરુણાચલ મુખ્ય જમીનથી વધુ નજીક આવ્યું છે. સરકાર રાજ્યનો સંપર્ક સુધારવા માટે લગભગ 1000 કરોડ રૂપિયાની કિંમતની પરિયોજનાઓ પર કામ કરી રહી છે. તેમણે માહિતી આપી કે, છેલ્લા 2 વર્ષમાં આશરે 1000 ગામડાઓને રસ્તાના માધ્યમથી જોડવામાં આવ્યા છે, ટ્રાન્સ અરુણાચલ હાઈવે પરનું કામ પણ ચાલી રહ્યું છે. પૂર્વોત્તરના રાજ્યોની તમામ રાજધાનીઓને જોડવાના એક પ્રયાસનાં ભાગરૂપે ઇટાનગરને પણ રેલવે સાથે જોડવામાં આવ્યું છે. અરુણાચલ એક્સપ્રેસ નહારલાગુનથી અઠવાડિયામાં બે વાર દોડે છે. રાજ્યમાં નવી રેલવે લાઈન પાથરવા માટે 6 જગ્યાઓ પર સર્વે કરવામાં આવ્યો છે જેમાંથી ૩ જગ્યાઓ પર સર્વે પૂર્મ થઈ ચૂક્યો છે. તવાંગને પણ રેલવે સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ સૌભાગ્ય યોજના અંતર્ગત અરુણાચલ પ્રદેશમાં 100 ટકા ઘરનું વિદ્યુતીકરણ જાહેર કર્યું હતું. પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં 110 મેગાવોટના પારે હાયડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ દેશને સમર્પિત કર્યો હતો. “અમે ઉર્જા નિર્માણ પર ભાર મૂકી રહ્યા છે. આજે 110 મેગાવોટની 12 હાયડ્રો ઇલેક્ટ્રિક પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે, જે માત્ર અરુણાચલને જ મદદ નહીં કરે પરંતુ તેને સંલગ્ન રાજ્યોને પણ મદદરૂપે થશે.” એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે યાદ કર્યું, “ગઈકાલે મેં લોકોને તેમના પૂર્વોત્તરના પ્રવાસની તસવીરો શેર કરવા વિનંતી કરી હતી. ગણતરીની જ સેકન્ડમાં લોકો દ્વારા 1000 તસવીરો ટ્વીટ કરવામાં આવી હતી અને તેમાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આજે અનાવરણ કરવામાં આવેલ પરિયોજનાઓ માત્ર અહિંની જીવન જીવવાની સરળતાને જ વધુ સારી નહી બનાવે પરંતુ પ્રવાસનને પણ સુધારશે અને આ રીતે રોજગારની તકોમાં પણ વધારો થશે.

અરુણાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી દ્વારા 50 આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું ઉદઘાટન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, આયુષ્માન ભારત યોજનાના માધ્યમથી અમે આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું નિર્માણ કરી રહ્યા છે. આરોગ્યની સેવાઓ આ કેન્દ્રોના માધ્યમથી સુધારો થશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય)ના માધ્યમથી 150 દિવસની અંદર લગભગ 11 લાખ ગરીબ લોકોને આ યોજનાનો લાભ થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે, જે લોકો 5 એકરથી ઓછી જમીન ધરાવે છે તેમને 6000 રૂપિયા દર વર્ષે તેમના બેંક ખાતામાં ત્રણ હફ્તામાં જમા કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની સરકાર ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન આપવામાં અરુણાચલ પ્રદેશની સરકારના પ્રયત્નોને પણ સંભવ તમામ પ્રકારે મદદ કરશે.

પ્રધાનમંત્રી દ્વારા ઇટાનગરમાં આઈજી પાર્ક ખાતે અરુણાચલ પ્રદેશ માટે એક નવી દૂરદર્શન ચેનલ ડીડી અરુણપ્રભાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ દૂરદર્શન દ્વારા સંચાલિત તે 24મી ચેનલ છે. તેમણે કહ્યું કે, આ ચેનલના માધ્યમથી રાજ્યના સૌથી અંતરિયાળ ભાગોના સમાચારો લોકો સુધી પહોંચશે. આ પ્રસંગે અરુણાચલ પ્રદેશમાં જોટે ખાતે તેમણે ફિલ્મ અને ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ ઑફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)ના કાયમી પરિસરનો શિલાન્યાસ કર્યો હતો.

પોતાની વાતનું સમાપન કરતા તેમણે કહ્યું, “અરુણાચલ પ્રદેશ ભારતનું ગૌરવ છે. તે ભારતનું પ્રવેશદ્વાર છે અને હું તમને સૌને ખાતરી આપું છું કે અમે માત્ર તેની સુરક્ષા અને સલામતિની જ ખાતરી નહિ આપીએ પરંતુ વિકાસને પણ ઝડપી ગતિ આપીશું.”

 

RP