Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વર્ષ 2013-14માં ભારત મોંઘવારી, ઊંચી રાજકોષીય ખાધ અને નીતિગત નિષ્ક્રિયતા જેવી સમસ્યાઓનો સામનો કરતો હતો, ત્યારે અત્યારે પરિવર્તન સ્પષ્ટપણે દેખાય છે.

તેમણે કહ્યું હતું કે, નિરાશાનું સ્થાન આશાએ અને અવરોધોનું સ્થાન અવસરોએ લીધું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી અત્યાર સુધી ભારતે લગભગ તમામ આંતરરાષ્ટ્રીય રેન્કિંગ અને સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, રેન્કિંગ મોટા ભાગે તમામ સૂચકાંકોમાં ઓછું હતું, જેમાં વાસ્તવિક સ્થિતિમાં પરિવર્તન થયા પછી જ સુધારો થયો છે. આ સંદર્ભમાં તેમણે વેપાર-વાણિજ્યનાં સરળીકરણનું ઉદાહરણ ટાંક્યું હતું, જે કેટલાંક માપદંડોમાં સ્પષ્ટપણે દેખાય છે.

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં ગ્લોબલ ઇન્નોવેશન ઇન્ડેક્સમાં 76મો ક્રમ હતો, જે વર્ષ 2018માં સુધરીને 50મો થયો હતો, જે નવાચારમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

પ્રધાનમંત્રીએ વર્ષ 2014 અગાઉ અને હાલ વચ્ચે વિવિધ સ્પર્ધાત્મક મોરચા વચ્ચે વિપરીત સ્થિતિ તરફ ધ્યાન દોર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, અત્યારે વિકાસનાં મોરચે સ્પર્ધા જોવા મળે છે તથા સંપૂર્ણ સ્વચ્છતા અથવા સંપૂર્ણ વીજળીકરણ કે ઊંચા રોકાણ જેવા મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો પર ઉદ્દેશો હાંસલ થયા છે. તેમણે કહ્યું હતું કે, એનાથી વિપરીત અગાઉ વિલંબ અને ભ્રષ્ટાચાર જોવા મળતો હતો.

પ્રધાનમંત્રીએ ભારતમાં કેટલીક બાબતો સંપૂર્ણપણે અશક્ય હોવાની વાતની આકરી ટીકા કરી હતી.

તેમણે જાહેર કર્યું હતું કે, અશક્ય હવે શક્ય છે, કારણ કે તેમણે ભારતને સ્વચ્છ અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા તરફ આગેકૂચની વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરીને ગરીબોને સક્ષમ બનાવવા આવ્યા છે તથા નીતિનિર્માણમાં પક્ષપાત અને મનમાની દૂર કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, એ સમયે એવું ચિત્ર ઊભુ થયું હતું કે, સરકારો વિકાસતરફી અને ગરીબતરફી નથી, પણ ભારતનાં લોકોએ તેને શક્ય બનાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014થી 2019 દરમિયાન દેશમાં 7.4 ટકાની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ થશે તથા સરેરાશ મોંઘવારી સાડા ચાર ટકાથી ઓછી હતી, કોઈ પણ સરકારનાં સમયગાળા દરમિયાન ભારતીય અર્થતંત્રનાં ઉદારીકરણ પછી આ સૌથી ઊંચો સરેરાશ વૃદ્ધિદર છે અને સૌથી ઓછી સરેરાશ મોંઘવારી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં સાડા ચાર વર્ષ દરમિયાન દેશને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) વર્ષ 2014 અગાઉ સાત વર્ષમાં પ્રાપ્ત થયેલા એફડીઆઈ જેટલું મળ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ઊંચું વિદેશી રોકાણ મેળવીને ભારતમાં પરિવર્તનકારી સુધારાની જરૂર હતી, જેના માટે નાદારીની આચારસંહિતા, જીએસટી, રિયલ એસ્ટેટ ધારા જેવા કેટલાંક સુધારા મારફતે મજબૂત પાયો નંખાયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત 130 કરોડ લોકોની આકાંક્ષાઓ ધરાવતો દેશ છે તથા વિકાસ અને પ્રગતિ માટેનું વિઝન એકપક્ષીય કે કોઈ એક વર્ગનાં વિકાસ માટે ન હોઈ શકે, નવા ભારતનું અમારું વિઝન આર્થિક, ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષા અને ધર્મનાં ભેદભાવ વિના સમાજનાં તમામ વર્ગનાં વિકાસ માટે છે.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, નવા ભારતનું અમારાં વિઝનમાં ભવિષ્યનાં પડકારોનું સમાધાન છે, ત્યારે ભૂતકાળની સમસ્યાઓનું સમાધાન છે. આ સંદર્ભમાં તેમણે નીચેનાં ઉદાહરણો ટાંક્યાં હતાં:

  • ભારતે દેશની સૌથી ઝડપી ટ્રેન બનાવી છે, સાથે-સાથે દેશમાં માનવરહિત રેલવે ક્રોસિંગ પણ દૂર કરવામાં આવ્યાં છે.
  • ભારતમાં ઝડપથી આઇઆઇટી અને એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે, સાથે સમગ્ર દેશની તમામ શાળાઓમાં શૌચાલયોનું નિર્માણ પણ થઈ રહ્યું છે.
  • સમગ્ર દેશમાં 100 સ્માર્ટેસ્ટ શહેરોનું નિર્માણ થઈ રહ્યું છે, સાથે જ દેશ 100 આકાંક્ષી જિલ્લાઓમાં ઝડપથી વધું પ્રગતિ સુનિશ્ચિત કરી રહ્યો છે.
  • ભારત વીજળીનો ચોખ્ખો નિકાસકાર દેશ બની રહ્યો છે, સાથે જ આઝાદી પછી અત્યાર સુધી અંધકારમાં રહેતાં કરોડો કુટુંબોને વીજળી સુનિશ્ચિત થઈ રહી છે.

સામાજિક ક્ષેત્રમાં સકારાત્મક કાર્યક્રમો પર બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દર વર્ષે રૂ. 6,000ની સુવિધા આપીને 12 કરોડ લઘુ અને સીમાંત ખેડૂતો સુધી પહોંચી છે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી આગામી 10 વર્ષમાં આપણાં ખેડૂતોને આશરે એકસો અબજ ડોલર અથવા 7.5 લાખ કરોડ રૂપિયાનું હસ્તાંતરણ થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડડિયા, મેક ઇન ઇન્ડિયા અને ઇન્નોવેટિવ ઇન્ડિયા પર અમારુ ધ્યાન કેન્દ્રિત કરવાનાં મીઠા ફળ મળી રહ્યાં છે, ભારતમાં 44 ટકા સ્ટાર્ટટઅપ બીજા અને ત્રીજ તબક્કાનાં શહેરોમાં નોંધાયા છે, આપણાં દેશમાં ટેકનોલોજી ધનિક અને ગરીબ સમુદાયો વચ્ચે સેતુરૂપ બની રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, સરકાર ભારતને 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા આતુર છે, ઊર્જાનાં પુનઃપ્રાપ્ય સ્રોતો તરફ આગળ વધવા આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રેસર છે તથા ઇલેક્ટ્રિક વાહનો અને ઊર્જાનો સંગ્રહ કરતાં ઉપકરણોમાં વૈશ્વિક નેતૃત્વ કરવા ભારત સજ્જ છે.

 

RP