Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આજે જયપ્રકાશ નારાયણને તેમની જયંતી નિમિત્તે નમન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લોકનાયક જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખને તેમની જયંતિ નિમિત્તે નમસ્કાર કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું લોકનાયક જેપીને તેમની જયંતિ ઉપર નમન કરું છું. તેઓ ભારતની સ્વતંત્રતા માટે બહાદુરીથી લડ્યા અને જ્યારે આપણી લોકશાહી ઉપર નૈતિકતાનો હુમલો થઈ રહ્યો હતો, ત્યારે તેમણે તેને બચાવવા માટે એક વિશાળ જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમના માટે રાષ્ટ્રીય હિત અને લોક કલ્યાણ સર્વોપરિ હતા.

મહાન નાનાજી દેશમુખ લોકનાયક જેપીના સૌથી નિષ્ઠાવાન અનુયાયીઓમાંના એક હતા. તેમણે જેપીના વિચારો અને આદર્શોને લોકપ્રિય બનાવવા માટે અથાક મહેનત કરી. ગ્રામીણ વિકાસ અંગેનું તેમનું કામ આપણને પ્રેરણા આપે છે. ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતિ નિમિત્તે યાદ કરી રહ્યો છું.

ભારતને ગર્વ છે કે લોકનાયક જેપી અને નાનાજી દેશમુખ જેવા મહાન વ્યક્તિઓ આ ભૂમિ પર જન્મ્યા છે. આજનો દિવસ આપણે આપણા રાષ્ટ્ર માટે તેમની દૃષ્ટિ પ્રમાણે પરિપૂર્ણ કરવા માટે સમર્પિત કરવાનો છે.”

 

SD/GP/BT