Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આઇઆઇટી મદ્રાસમાં 56માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું


 

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, હું તમારી આંખોમાં ભવિષ્યનાં સ્વપ્નો જોઉં છું

તમે બ્રાન્ડ ઇન્ડિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવી છેઃ પ્રધાનમંત્રી

ભારતનાં ઇનોવેશનમાં અર્થશાસ્ત્ર અને વપરાશનો સમન્વય થયો છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ વિનંતી કરી કે, તમે ક્યાં કામ કરો છો, ક્યાં રહો છો એનાં બદલે તમારી માતૃભૂમિની જરૂરિયાત શું છે તેને ધ્યાનમાં રાખજો

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, મદ્રાસનાં 56માં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.

અહિં એકત્રિત લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મારી સામે મિની-ઇન્ડિયા અને ન્યૂ ઇન્ડિયાનો જુસ્સો એમ બંને ઊભા છે. આ ઊર્જા, જીવંતતતા અને સકારાત્મકતા છે. હું તમારી આંખોમાં ભવિષ્યનાં સ્વપ્નોને જોઈ શકું છું. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનાં માતાપિતાઓ અને શિક્ષકોને અભિનંદન આપીને પ્રધાનમંત્રીએ સપોર્ટ સ્ટાફની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું સપોર્ટ સ્ટાફની ભૂમિકાને હાઇલાઇટ કરવા ઇચ્છું છું. તમારા માટે ભોજન તૈયાર કરીને ઊભેલા લોકો, વર્ગોને સ્વચ્છ રાખતાં લોકો, હોસ્ટેલ્સને સ્વચ્છ રાખતાં લોકોને હું બિરદાવું છું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનાં યુવાનોની ક્ષમતામાં વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકામાં મારી મુલાકાત દરમિયાન અમારી ચર્ચા એક સામાન્ય મુદ્દા પર થઈ હતી. આ મુદ્દો હતો – ન્યૂ ઇન્ડિયા વિશે આશાવાદ. ભારતીય સમુદાયે દુનિયાભરમાં એની નોંધપાત્ર હાજરી ઊભી કરી છે, ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનમાં. આ માટે ક્ષમતા કોણ આપે છે? એમાંથી ઘણાં તમારા આઇઆઇટીનાં ઘણાં સીનિયરો છે. તમે વૈશ્વિક સ્તરે બ્રાન્ડ ઇન્ડિયાને મજબૂત કરી છે.

તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ભારત 5 અબજ ડોલરનું અર્થતંત્ર બનવાની આકાંક્ષા ધરાવે છે, તમારી ટેકનોલોજીમાં ઇનોવેશન અને આકાંક્ષા આ સ્વપ્નને સાકાર કરશે. આ સૌથી વધુ સ્પર્ધાત્મક અર્થતંત્ર બનવા ભારતનો આધારસ્તંભ બનશે. ભારતનાં ઇનોવેશનમાં અર્થતંત્ર અને વપરાશનો સુભગ સમન્વય થયો છે.

આપણે આપણાં દેશમાં સંશોધન અને નવીનતા માટે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે કામ કરીએ છીએ. અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ ઘણી સંસ્થાઓમાં કાર્યરત થયા છે. આગામી પગલું સ્ટાર્ટઅપ્સ માટે બજાર શોધવાનું છે એવું પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી કે, તમારી મહેનતથી અશક્ય શક્ય બન્યું છે. તમારા માટે ઘણી તકો રાહ જુએ છે, એમાંથી બધી સરળ તકો નથી. સ્વપ્નો સેવવાનું ક્યારેય બંધ ન કરો, પડકારો ઝીલો. આ રીતે તમે તમારી જાતને વધારે શ્રેષ્ઠ બનાવશો.

પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે, તમે ક્યાં કામ કરો છો, તમે ક્યાં જીવો છો એ મહત્ત્વનું નથી. તમારે ધ્યાનમાં રાખવાનું છે કે, તમારી માતૃભૂમિની જરૂરિયાતો શું છે, ભારત માતાની જરૂર શું છે. તમે કેવી રીતે કામ કરો છો, સંશોધન કરો છો, ઇનોવેશન કરો છો એનાથી તમારી માતૃભૂમિને મદદ મળશે. આ તમારી સામાજિક જવાબદારી પણ છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યારે એક સમાજ તરીકે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી આગળ વિચારવાની જરૂર છે. પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુથી એને બદલી શકાશે, જે એનાં જેવી હોય, પણ એનાં જેવા ગેરફાયદા ન ધરાવતી હોય. જ્યારે આપણે તમારા જેવા યુવાન ઇનોવેટર્સ તરફ જોઈએ છીએ, ત્યારે અમને આશા બંધાય છે. જ્યારે ટેકનોલોજીનો સમન્વય ડેટા સાયન્સ, ડાઇગ્નોસ્ટિક્સ, વર્તણૂંક વિજ્ઞાન અને મેડિસિન સાથે થાય છે, રસપ્રદ તારણો બહાર આવી શકે છે.

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને ટાંકીને કહ્યું હતું કે, બે પ્રકારનાં લોકો હોય છે – જેઓ જીવે છે અને જેઓ અસ્તિત્વ ધરાવે છે. જેઓ અન્ય લોકો માટે જીવે છે તેઓ ખુશી અને સંપૂર્ણ જીવન જીવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સંબોધન પૂર્ણ કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ અને શીખવાની પ્રક્રિયા સતત ચાલે છે. તેમણે વિદ્યાર્થીઓને સંસ્થા છોડ્યાં પછી પણ સતત શીખતાં રહેવાની વિનંતી કરી હતી.

 

RP